નેતાઓએ રાષ્ટ્રધ્વજનો બ્રોચ ઉંધો પહેરી કર્યું અપમાન- તો આ દ્રશ્યોને ઉંધા કરી ત્રિશુલ ન્યુઝે તિરંગાને આપ્યું સમ્માન

Published on: 9:41 am, Sat, 6 August 22

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ જગ્યાએ અમૃત મહોત્સવ(Amrit Mahotsav)ની ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પરંતુ અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે રાષ્ટ્રધ્વજ(India national flag)નું અપમાન થઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થયાનો એક મામલો સામે આવ્યો છે. ગઈકાલે રાજકોટ(Rajkot) જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી હતી. જે સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ની યોજના તિરંગો ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યોને આપવામાં આવેલા રાષ્ટ્રધ્વજનો બ્રોચ ઉંધો પહેરવામાં આવ્યો હતો જેને કારણે રાષ્ટ્રધ્વજનું અપમાન થયું હતું.

1 6 - Trishul News Gujarati Amrit Mahotsav, gujarat, India national flag, narendra modi, rajkot

અમે તમને જણાવી દઈએ કે, ત્રિશુલ ન્યુઝ આ ઉંધા રાષ્ટ્રધ્વજ બતાવી શકે નહીં, જેના કારણે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવા માટે દ્રશ્યો ઉંધા બતાવ્યા છે. એટલે કે ઉંધા નેતાઓને જ ઉંધા બતાવીને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ સભ્યો અને અધિકારીઓને રાષ્ટ્રધ્વજનો બ્રોચ આપવામાં આવ્યા હતાં. તમામ સભ્યોમ દ્વારા રાષ્ટ્રધ્વજના બ્રોચ લગાડવામાં આવ્યા તો હતા, પરંતુ મોટા ભાગના સભ્યોએ ઉંધા બ્રોચ લગાડીને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતું. આટલામાં બાકી નહોતું તો અમુકે હસતા મોઢે ફોટા પણ પડાવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિરંગા ઉત્સવ અંતર્ગત હર ઘર રાષ્ટ્રધ્વજ યોજનાને આવકારવા પોતાની રીતે આપવામાં આવેલા રાષ્ટ્રધ્વજના બ્રોચ લગાડયા હતાં. પરંતુઆ સભામાં સભ્યોને રાષ્ટ્રધ્વજ કેમ લગાડવામા આવે તેનું જરા પણ જ્ઞાન નથી. મોટા ભાગના સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજના બેઝને ઉંધા લગાડવામાં આવ્યા હતાં. એટલું જ નહીં, કંઈક દેશ માટે ગર્વનું કામ કર્યું હોય તે રીતે સભ્યોએ હસતા મોઢે ઉંધા લગાડેલા રાષ્ટ્રધ્વજને દર્શાવી ફોટો પણ પડાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.