વિડીયો: ભાજપ પ્રમુખને કેજરીવાલે કહ્યું “દિલ્હી તેરે બાપ કી હૈ ક્યા?”

660

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે લોકસભાની ચૂંટણી લડી રહી છે. આ મામલે રાજકિય નિવેદનબાજી વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના ભાજપ અધ્યક્ષ પર આક્રમક વલણ અપનાવ્યું છે. કેજરીવાલે દિલ્હી ભાજપ અધ્યક્ષને સંબોધિત કરતા કહ્યું કે, તુ કોણ છે? દિલ્હી તારા બાપની છે?

દિલ્હીમાં એક જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત, આંધ્ર, બિહાર દરેક જગ્યાએ મુખ્યમંત્રીઓએ ધરણા કર્યા, આ રાજ્યને અર્ધા બનાવી દો. તેમણે મનોજ તિવારીને સંબોધિત કરતા કહ્યું કે, તું કોણ છો દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવનારો. તારા બાપની દિલ્હી છે? મનોજ તિવારી કોણ હોય છે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવનારો? સાથે જ કેજરીવાલે કહ્યું કે, મનોજ તિવારીના પિતાએ ધરણાં નહોતા આપ્યા.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા મનોજ તિવારીએ કહ્યું હતું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઇએ નહી, કારણ કે આવું થવાથી દેશના સંઘીય માળખા માટે ખતરો સાબિત થઇ શકે છે.