સૌથી વધુ કમાતી સેલિબ્રિટીઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય એક્ટર અક્ષય કુમાર, જાણો વર્ષે આટલા અબજની કમાણી

અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાના વિખ્યાત આર્થિક મેગેઝીન‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં સામેલ થયો છે. 2019ના દુનિયાના સૌથી વધુ કમાણી…

અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાના વિખ્યાત આર્થિક મેગેઝીન‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં સામેલ થયો છે.

2019ના દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા એન્ટરટેઈનર્સના લિસ્ટમાં અક્ષય કુમાર 33મા નંબર પર આવ્યો છે, જ્યારે અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ આ લિસ્ટમાં 2016 બાદ ફરી પહેલા નંબર પર આવી છે. ફોર્બ્સનું આ લિસ્ટ જૂન 2018થી જૂન 2019 સુધીની સેલિબ્રિટીસના પ્રી-ટેક્સ અર્નિંગને આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

ફોર્બ્સના એન્યુઅલ સેલિબ્રિટી 100 લિસ્ટમાં અક્ષય કુમાર 4.45 અબજ રૂપિયાની કમાણી સાથેનો એકમાત્ર ભારતીય એક્ટર છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટિઝને સ્થાન મળ્યું નથી.

અક્ષય કુમારે આ લિસ્ટમાં રિહાના, જેકી ચેન, બ્રેડલી કૂપર જેવા સ્ટાર્સને પાછળ રાખીને પોતાનું સ્થાન કાયમ કર્યું છે. ફોર્બ્સ લિસ્ટ મુજબ, બોલિવૂડનો ટોપ અર્નિંગ સ્ટાર અક્ષય કુમાર દરેક ફિલ્મ માટે ઓછામાં ઓછી 5 મિલિયન ડોલર એટલે અંદાજે 35 કરોડ રૂપિયાથી 68 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે. ઉપરાંત તે 20 જેટલી બ્રાન્ડને એન્ડોર્સ પણ કરે છે, જેમાં ટાટા અને હાર્પિક બાથરૂમ ક્લીનર સામેલ છે.

ટોપ 10 સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી

1. ટેલર સ્વિફ્ટ (અમેરિકન સિંગર) 12.66 અબજ રૂપિયા

2. કાયલી જેનર (મોડેલ, બિઝનેસવુમન) 11.63 અબજ રૂપિયા

3. કાન્યે વેસ્ટ (અમેરિકન રેપર) 10.26 અબજ રૂપિયા

4. લિયોનેલ મેસી (ફૂટબોલર) 8.69 અબજ રૂપિયા

5. એડ શીરન (સિંગર, સોન્ગ રાઇટર) 7.52 અબજરૂપિયા

6. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલર) 7.46 અબજ રૂપિયા

7. નેમાર (ફૂટબોલર) 7.18 અબજ રૂપિયા

8. ધ ઇગલ્સ (રોક બેન્ડ) 6.84 અબજ રૂપિયા

9. ડો. ફીલ મેકગ્રૉ (અમેરિકન ટીવી પર્સનાલિટી) 6.50 અબજ રૂપિયા

10. કનેલો આલ્વરેઝ (બોક્સર) 6.43 અબજ રૂપિયા

અક્ષય કુમાર અમેરિકન પ્રોફેશનલ ગોલ્ફર ટાઇગર વૂડ્સની 4.37 અબજ રૂપિયાની કમાણીને પાછળ રાખી તેની આગળ 33મા સ્થાન પર આવ્યો છે. જ્યારે 32મા નંબર પર બાસ્કેટબોલ પ્લેયર કેવિન ડુરન્ટ 4.47 અબજ રૂપિયાની કમાણી સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *