વડોદરામાં કાર અને સ્કૂટર વચ્ચે મધરાત્રે અકસ્માત સર્જાતા રોડ પર થઈ દારૂની રેલમછેલ- પોલીસ થઈ દોડતી

Published on: 1:19 pm, Tue, 14 September 21

વડોદરા (ગુજરાત): પોલીસ તંત્ર તેમજ મંત્રીઓની દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતના (Gujarat) વડોદરા (Vadodra) શહેરના સોમા તળાવ બ્રિજ પરથી તરસાલી જવાના રસ્તા પર બંસલ મોલ નજીક મોડી રાત્રે દેશી દારૂ લઇને જઇ રહેલ બુટલેગરની મોપેડ તથા કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રોડ પર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી.

દારૂ બંધીની વાતો કરતા મંત્રીઓ તથા પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવતા આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો તેમજ ગણતરીના કલાકોમાં ઘટનાના વાયરલ થયેલ વીડિયોને આધારે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આની સાથે જ દેશી દારૂ વેચનાર એક મહિલા સહિત 3 આરોપીને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જાતા રોડ પર થઈ દેશી દારૂની રેલમછેલ:
સોમવારની મોડી રાત્રે સોમા તળાવથી તરસાલી દંતેશ્વર બાજુ જઇ રહેલ રાકેશકુમાર ભટ્ટની કાર તથા પૂરપાટ ઝડપે જઇ રહેલ બુટલેગરની મોપેડ વચ્ચે બંસલ મોલ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માત સર્જાતા મોપેડ પર થેલામાં ભરેલ દેશી દારૂની પોટલીઓ ફાટી ગઇ હતી તેમજ રોડ પર દેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી.

alcohol on road after accident between a car and a scooter on the road in vadodara1 - Trishul News Gujarati Breaking News gujarat, vadodara, ગુજરાત, દારુ, વડોદરા

પોલીસે વાઇરલ વીડિયોના આધારે બુટલેગરની ધરપકડ કરી:
મકરપુરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ ઘટનાના વીડિયો તેમજ ઘટનાસ્થળથી મળી આવેલ CCTVને આધારે ગણતરીના કલાકોમાં બુટલેગર પરેશ વિનુભાઇ ઠાકોરને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી પરેશ ઠાકોરની પૂછપરછ કરતા તેણે તરસાલી નજીકના વડદલા ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા પપ્પુ, શબ્બિર મલેક તથા ઇલાબહેન ગણપતભાઇ પટેલ પાસેથી લાવતો હોવાનું કહ્યું હતું. જેથી પોલીસ દ્વારા ત્રણેયને વોન્ટેડ જાહેર કરતા તેઓની ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે.

એક મહિલા સહિત 3 વોન્ટેડ જાહેર:
મોડી રાત્રે તરસાલી રોડ બંસલ મોલ નજીક સર્જાયેલ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે, શહેરમાં બે રોકટોક દેશી-વિદેશી દારૂની ખેપો વાગી રહી છે. ખેપીયાઓ જાનમાલને નુકશાન પહોંચાડે તે રીતે પોતાનું વાહન હંકારતા હોય છે ત્યારે મોડી રાત્રે બંસલ મોલ નજીક બનેલ આ બનાવમાં મોપેડના જે રીતે ટુકડા થઇ ગયા છે. તેને જોતા જણાઈ આવે છે કે, ખેપીયો કેટલી સ્પીડમાં મોપેડ લઇને જતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.