સુરતમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ પકડાયો, લાખોનો રૂપિયાના મુદ્દામાલ સાથે..

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂનું રેલમછેલ જોવા મળે છે. પોલીસ દરોડા પાડીને બુટલેગરોને ઝડપી પાડતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત પોલીસે…

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂનું રેલમછેલ જોવા મળે છે. પોલીસ દરોડા પાડીને બુટલેગરોને ઝડપી પાડતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરત પોલીસે લાખોના દારૂ સાથે એક ઈશ્મની ધરપકડ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે, સંજયકુમાર જયંતીલાલ મોદી નંદનવન સોસાયટીમાં રહે છે જે ઈંગ્લીશ દારૂની બોટલો અને ચોરીછૂપીથી વેચાણ કરવાની પ્રવૃત્તિ કરે છે. હાલમાં તે અને તેનો સાગરીત ભિમસિંગ ઉર્ફે લક્ષ્મણ નાઓ પોલીસની નજરથી શકે નહીં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરી રહ્યા છે.

પોલીસને મળેલી માહિતી અનુસાર, ઘટનાસ્થળ પર દરોડા પાડતા સંજય કુમાર મોદી અને લક્ષ્મણ ફોર વ્હીલ ટેમ્પો GJ.21.V.2927 નંબર ની ગાડી માં દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરતના અમરોલી મોટા વરાછામાં વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો.

પોલીસને બાતમી મળતા વોચ ગોઠવીને ટેમ્પામાંથી કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયમ, કિંગફિશર અલ્ટ્રા, હેનિકેન ઓરીજનલ, બિરા-19 બૂમ, બ્રેઝર તેવી અલગ અલગ કંપનીઓને 500 મિલી વાળી બીયરના કુલ નંગ 586 અને વિસ્કીને કાચની 750 મિલિ વાળી બોટલ નંગ 80 મળી આવી છે. આ ઉપરાંત, અન્ય કંપની ની બોટલ 656 જેની કિંમત 1,24,424 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દારૂની હેરાફેરીમાં ઝડપાયેલ બંને આરોપીઓની ધરપકડ કરીને અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *