જૂનાગઢ એલસીબીને 15,74,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પકડી પડ્યો

Published on: 11:58 am, Sun, 1 August 21

જૂનાગઢ(ગુજરાત): ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં ગુજરાતના બુટલેગરો બેફામ બન્યા છે. એવામાં એલસીબી અવારનવાર દારૂઓ સાથે અનેક બુટલેગરોને પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારે આવો જ એક બનાવ જુનાગઢમાંથી પ્રકાશમાં આવ્યો છે.

જૂનાગઢ એલસીબીએ માહિતીના આધારે, બાંટવા અને માણાવદર નજીક જુદા જુદા 2 સ્થળેથી 2 ટ્રકમાંથી કુલ 16,94,400 રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ એલસીબીને માહિતી મળી હતી કે, સરાડિયા-પાજોદ વચ્ચે રોડ પરની સાઇડે એક ટ્રકમાં દારૂ ભરીને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.

આ માહિતીના આધારે, એલસીબીને ટ્રકના ચોરખાનામાંથી 15,74,400 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 3540 બોટલ મળી આવી હતી. આ દારૂ મૂળ બાંટવાના અને જૂનાગઢ રહેતા અજય રૂડા કોડિયાતરનો હોવાનું જાણવા મળતા પોલીસે તેની વિરુધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.