અક્ષય-જેકલીનની જેમ આલિયા ભટ્ટ પણ ભારતીય નથી, શું લગ્ન પછી બદલાશે નાગરિકતા?

આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ના લગ્ન (Marriage)ને લઈને જોર-શોરમાં ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ આવતા…

આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ના લગ્ન (Marriage)ને લઈને જોર-શોરમાં ચર્ચાઓ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ આવતા અઠવાડિયે સાત ફેરા લઈ એક થવા જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા પણ અક્ષય કુમાર(Akshay Kumar) અને જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)ની જેમ ભારતીય નથી.

આલિયા ભટ્ટ એ અભિનેત્રી છે જેણે બહુ ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ કરી લીધો છે. તેની ટૂંકી કારકિર્દીમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ‘RRR’ માટે ચર્ચામાં રહેલી આલિયા હવે તેના લગ્નને લઈને ચર્ચામાં છે. બોલિવૂડ સિનેમામાં પોતાનો ડંકો વગાડનાર આલિયા ભારતીય નથી. તેણી પાસે બ્રિટિશ નાગરિકતા છે અને આ જ કારણ છે કે તે ભારત સરકારને ચૂંટવા માટે પોતાનો કિંમતી મત પણ આપી શકતી નથી.

બ્રિટિશ નાગરિકતા અંગે તેના પિતા મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, આલિયાની માતા એટલે કે સોની રાઝદાન મૂળ બ્રિટિશની છે. તેનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. તેથી જ આલિયાને બ્રિટિશ નાગરિકતા મળી છે. આલિયાએ એક વખત ભારતીય નાગરિકતા ન હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, ‘દુર્ભાગ્યવશ હું મતદાન કરી શકતી નથી કારણ કે મારી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે’.

તાજેતરમાં, કમાલ આર. ખાને આલિયાની નાગરિકતા પર કટાક્ષ કર્યો છે. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે, ‘જો હું એક કલાક માટે પણ વડાપ્રધાન બનીશ તો મારું પહેલું કામ અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને જેકલીન ફર્નાન્ડિસને દેશની બહાર લઈ જઈને તેમના દેશમાં મોકલવાનું હશે.’

અક્ષય કુમારે ઘણા વર્ષો પહેલા ભારતીય નાગરિકતા છોડી કેનેડાની નાગરિકતા મેળવી હતી. આવી સ્થિતિમાં, આપણા ભારતીય કાયદા અનુસાર, અક્ષય ન તો ભારતીય નાગરિક છે અને ન તો તેને અહીં મત આપવાનો અધિકાર છે. તે જ સમયે, જેકલીન ફર્નાન્ડીઝ પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેકલીનના પિતા શ્રીલંકાના છે અને માતા મલેશિયાની છે. જેકલીને 2006માં મિસ યુનિવર્સ માટે શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

હવે આવી સ્થિતિમાં લોકો આ સવાલ પૂછી રહ્યા છે કે ભારતમાં બેવડી નાગરિકતાની કોઈ જોગવાઈ નથી, તો શું આલિયા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પછી ભારતીય નાગરિકતા લેશે?

આલિયા અને અક્ષય સિવાય પણ બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે ભારતીય નાગરિકતા નથી. જેમ કે, ઈમરાન ખાન, સની લિયોન, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ, નરગીસ ફખરી વગેરે વિદેશી નાગરિકતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *