અંબાણી, સચિન, અમિતાભ બધા સેલિબ્રિટી આ ડેરીનું જ દૂધ પીવે છે, જાણો કેટલા રૂપિયા નું મળે છે લીટર

TrishulNews.com

મિત્રો સવાર-સાંજ મોટાભાગના લોકો દૂધ પીતા જ હોય છે. ગુજરાતમાં અમૂલ દૂધ મોટાભાગના લોકો પિતા હોય છે. પરંતુ શું ક્યારેય તમે વિચાર્યું છે કે અમિતાભ બચ્ચન સચિન તેંડુલકર મુકેશ અંબાણી જેવા ખ્યાતનામ વ્યક્તિઓ કઈ કંપની નું દૂધ પીતા હશે? આજે આ રહસ્ય પરથી અમે પડદો ઊંચકીશું. પોસ્ટમાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે સેલીબ્રીટીઓ કઈ ડેરી નું દૂધ પીતા હોય છે.

અમિતાભ બચ્ચન નો પરિવાર અંબાણી પરિવાર સચિન તેંડુલકર ઋતિક રોશન અક્ષય કુમાર અને ઘણા બોલીવુડ સ્ટાર જે ડેરીનું દૂધ પી રહ્યા છે તેનો એક લીટર નો ભાવ નેવું રૂપિયા જેટલો છે અને આ ડેરી નુંનામ bhagyalaxmi dairy છે આ ડેરી ના માલિક દેવેન્દ્ર શાહ કે જેઓ ભારતના સૌથી મોટા પશુપાલક છે.તેમણે આ બિઝનેસ માત્ર 175 ગ્રાહકો થી શરૂ કર્યો હતો અને હાલમાં આ ડેરી પાસે ૨૨ હજારથી વધુ ગ્રાહકો છે આ ગ્રાહકો સામાન્ય નહીં પરંતુ હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ છે.

દેવેન્દ્ર શાહ પાસે આશરે 4000 જેટલી ડચ એટલે કે જરશી ગાય છે દેવેન્દ્ર શાહ પોતે આ ડેરી પર દેખરેખ રાખે છે 4000 જેટલી ગાયો ને ખુશ અને સ્વાસ્થ્ય સભર રાખવા છે ઊંચી ગુણવત્તા વાળું દૂધ મળે છે આ ડેરી ની ખાસિયત છે કે આ ડેરીમાં રહેલી તમામ ગાયોને RO પયુરિફાય મિનરલ વોટર પીવડાવવામાં આવે છે તેઓને રોજ તાજુ ખાસ તાજા શાકભાજી સોયાબીન વગેરે આપવામાં આવે છે જેને કારણે સેલિબ્રિટીઓ આ ડેરીનું દૂધ પીવાનો આગ્રહ રાખે છે.

Loading...

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.