પોંડિચેરી : એક જ પરિવારના તમામ ચાર લોકોએ ઝેર ખાઇ કરી આત્મહત્યા.

Pondicherry: All four people in the same family poisoned themselves by poisoning.

પોંડિચેરીના ઓરોવિલ શહેરમાં એક પરિવારના તમામ ચાર સભ્યોએ આત્મહત્યા કરી લીધી છે. પ્રારંભિક તપાસમાં પરિવાર દેવામાં ડૂબેલું હોવાના સંકેત મળ્યા છે.

આ ઘટનાની ખબર ત્યારે પડી જ્યારે પરિવારના ઘરમાંથી ખરાબ આવવાની શરૂ થઈ. ઘર છેલ્લા ત્રણ દિવસથી બંધ હતું. પાડોશીએ જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

દરવાજો તોડી પોલીસ ઘરમાં દાખલ થઇ. ત્યાં સુંદર મૂર્તિ, તેની પત્ની મહેશ્વરી અને બે દીકરીઓ કૃતિકા અને સમીક્ષા ની લાશ પડી હતી. લાશને પોંડિચેરીના હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

ઓરોવિલ પોલીસે કેસ દાખલ કર્યો. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આત્મહત્યાનું કારણ દેવું હોઈ શકે પોલીસની તપાસ આગળ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: