અમેરિકાની ચૂંટણી કોણ જીતશે? આ મોટા ભવિષ્ય શાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી

અમેરિકાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. ઘણા લોકો રાષ્ટ્રપતિ કોણ બનશે એને લઈ ભવિષ્યવાણી કરી રહ્યાં છે પણ તમામ લોકોની નજર એક એવા…

અમેરિકાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. ઘણા લોકો રાષ્ટ્રપતિ કોણ બનશે એને લઈ ભવિષ્યવાણી કરી રહ્યાં છે પણ તમામ લોકોની નજર એક એવા વ્યક્તિ પર રહેલી છે કે, જેઓ છેલ્લા 35 વર્ષથી સટિક ભવિષ્યવાણી કરી રહ્યો છે. આ વ્યક્ત્તિની ભવિષ્યવાણી આજ સુધી ક્યારેય પણ ખોટી પડી નથી.

વર્ષ 1984થી ભવિષ્યવાણી કરી રહેલ આ વ્યક્તિનું નામ છે એલન લિચમેન. લિચમેન ઈતિહાસનાં પ્રોફેસર છે. એમની ગણતરીમાં વિશ્વનાં ગણતરીનાં નિષ્ણાંતોમાં થાય છે કે, જેઓ છેલ્લા 35 વર્ષોથી અમેરિકાની બધી જ ચૂંટણીની એકદમ સટીક ભવિષ્યવાણી કરી રહ્યાં છે. એલન લિચમેને આ વખતે ઐતિહાસિક ભવિષ્યવાણી કરી છે.

આ વર્ષે વ્હાઈટ હાઉસની રેસ હાલનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનની વચ્ચે છે. મળેલ જાણકારી પ્રમાણે લિચમેને ચૂંટણી ભવિષ્યવાણી માટે ‘The Keys to the White House’ નામની એક સિસ્ટમ વિક્સિત કરી છે. જેને ’13 Keys’ મોડલ તરીકે ઓળખાય છે.

એમણે આની માટે કુલ 13 પ્રશ્નો એટલે કે, મુદ્દાઓનું એક ખાસ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમનો તેઓ સાચા કે ખોટાના આધારે ઉત્તર આપે છે. ત્યારપછી એના દ્વારા જ તેઓ આગામી રાષ્ટ્રપતિની ભવિષ્યવાણી કરે છે. આ મોડલ પ્રમાણે જો મોટાભાગના પ્રશ્નોનાં ઉત્તર ‘હા’ માં મળે તો હાલના રાષ્ટ્રપતિ જ ચૂંટાઈ આવે છે. જો જવાબ ‘ના’ માં મળે તો અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળે છે.

આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ કે બિડેન ?
લિચમેનનું જણાવવું છે કે, આ વર્ષે એમણે પોતાના ’13 Keys’ મોડલમાં કુલ 7 પ્રશ્નોનાં ઉત્તર ‘ના’ તથા કુલ 6 પ્રશ્નોનાં ઉત્તર ‘હા’માં આપ્યાં છે. એમના જણાવ્યા પ્રમાણે વર્ષ 1992 પછી ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ હશે, જેઓ ફરી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકશે નહી.

વર્ષ 1992માં બિલ ક્લિન્ટને તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને હરાવ્યા હતા. ત્યારથી લઈને છેક વર્ષ 2015 સુધી અમેરિકાના બધા જ રાષ્ટ્રપતિ કુલ 2 ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે પણ લિચમેનના જણાવ્યા મુજબ આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પનું ફરી વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાવવું લગભગ અસંભવ લાગે છે. વર્ષ 1992 પછી મહાશક્તિ અમેરિકાને એક જ ટર્મ પછી નવા રાષ્ટ્રપતિ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *