કથિત રીતે 7 કલાકમાં 101 મહિલાઓની કરવામાં આવી નસબંધી, આરોગ્ય વિભાગ થયું દોડતું

આરોગ્ય વિભાગે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સાત કલાક દરમિયાન 101 મહિલાઓની કથિત નસબંધીની તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું હતું કે, જિલ્લાના…

આરોગ્ય વિભાગે છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સાત કલાક દરમિયાન 101 મહિલાઓની કથિત નસબંધીની તપાસના આદેશ આપ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું હતું કે, જિલ્લાના મૈનપતના નર્મદાપુર ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 27 ઓગસ્ટના રોજ કથિત રીતે સાત કલાકમાં 101 મહિલાઓની નસબંધી કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.આલોક શુક્લાએ જણાવ્યું હતું કે, નસબંધીની શિબિરમાં ગેરરીતિઓ વિશે માહિતી મળ્યા બાદ આરોગ્ય વિભાગે આ સંદર્ભે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. શુક્લાએ જણાવ્યું હતું કે, નસબંધીની શિબિરમાં એક જ દિવસમાં 101 મહિલાઓને નસબંધી અંગે માહિતી આપવામાં આવી છે. જોકે, એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓની સ્થિતિ સામાન્ય છે.

અધિકારીએ કહ્યું કે સરકારની સૂચનાઓ હેઠળ એક ડોક્ટર કેમ્પમાં એક દિવસમાં વધુમાં વધુ 30 મહિલાઓની નસબંધી કરી શકે છે. તપાસ કરવામાં આવી રહી છે કે, કઈ સ્થિતિમાં ત્યાં હાજર અધિકારીઓએ સરકારની માર્ગદર્શિકાનો ભંગ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નસબંધી શિબિરમાં અનિયમિતતાના સમાચાર સુરગુજા પ્રદેશના સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થયા બાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અને તબીબી અધિકારી પી.એસ. સિસોદિયાએ 29 ઓગસ્ટના રોજ, નસબંધી કરનારા  ડો.જીબાનૂસ એક્કા અને બ્લોક મેડિકલ ઓફિસર આર.કે.સિંહને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

અધિકારીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના પણ કરી છે. છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં નવેમ્બર 2014 માં યોજાયેલા નસબંધી શિબિરમાં, એક જ દિવસમાં 83 મહિલાઓની નસબંધી કરવામાં આવી હતી. બાદમાં, આમાંથી 13 મહિલાઓનું સ્વાસ્થ્ય બગડવાના કારણે મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *