પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ સહીત ત્રણ લોકોએ મહિલા ઉપર કર્યો ગેંગરેપ

પોલીસ સ્ટેશન વિસ્તારના સરકારી કવાર્ટરમાં પૂર્વ પોલીસ કોન્સ્ટેબલે 3 લોકો સાથે મળીને મહીલા ઉપર ગેંગરેપ કર્યો હતો. અગાઉ, જ્યારે મહિલા બસ સ્ટેન્ડ ઉપર ઉભી હતી,…

પોલીસ સ્ટેશન વિસ્તારના સરકારી કવાર્ટરમાં પૂર્વ પોલીસ કોન્સ્ટેબલે 3 લોકો સાથે મળીને મહીલા ઉપર ગેંગરેપ કર્યો હતો. અગાઉ, જ્યારે મહિલા બસ સ્ટેન્ડ ઉપર ઉભી હતી, ત્યારે એક વાક્તિએ પોતાને પોલીસ ગણાવીને મહિલાને મદદની ઓફર કરી હતી. આરોપીએ પોલીસ વિભાગનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું.

જ્યારે મહિલાએ ‘પોલીસકર્મી’ ની મદદ લેવાની ના પાડી ત્યારે તેણે અન્ય 3 લોકોને બોલાવીને મહિલાને બળજબરીથી ગાડીમાં બેસાડી હતી. આ પછી, મહિલાને સરકારી ક્વાર્ટરમાં લઈ જઈ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ કેસ ઓડિશા રાજ્યના પુરીનો છે.

મહિલાના જણાવ્યા અનુસાર, સોમવારે ગેંગરેપની ઘટના બની છે. મહિલા ભુવનેશ્વરબસ સ્ટોપ પર ઉભી હતી, તે દરમિયાન તેને ગાડીમાં બેસાડીને પુરી લઈ આવવામાં આવી હતી. મહિલાએ સાંજે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું કે, બહારથી બે લોકોએ સરકારી ક્વાર્ટર્સના દરવાજાને તાળા મારી દીધા હતા. જ્યારે 2 લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પરંતુ દારૂ પીધા બાદ આરોપી સૂઈ ગયા.

આરોપી સૂઈ ગયા પછી, મહિલાએ બારીમાંથી કોઈને અવાજ આપ્યો અને તે ભાગવામાં સફળ થઈ. આ સમય દરમિયાન મહિલા આરોપીનું વોલેટ અને આઇકાર્ડ પોતાની સાથે લઇ ગઈ હતી. પોલીસે મુખ્ય આરોપી જીતેન્દ્ર સેઠીની ધરપકડ કરી છે. તેને પોલીસ વિભાગમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *