લોકડાઉનથી ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગની માઠી દશા, અલ્પેશ ઠાકોરે રૂપાણીને લખ્યો પત્ર. જાણો વિગતે

હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસ ના કેસો સતત વધી રહ્યા છે તેવામાં સામાન્ય લોકો માટે એક નવી મુશ્કેલી ઊભી થાય છે અને તે છે 3 મહિનાનું બાકી લાઈટબીલ. જે લોકો નું બિલ દર મહિને સામાન્ય 100 રૂપિયા આવતું હતું તેવા લોકોને હવે બે ગણુ અથવા તો ત્રણ ગણુ વધુ બિલ આવી રહ્યું છે. કરોના કાળ કરતા હવે સામાન્ય લોકો માટે વીજળી બિલ બે ગણી વધુ મુસીબત લાવ્યું છે.

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 22મી માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ચાર તબક્કામાં લોકડાઉનની જાહેરાત કરાઈ ચુકી છે. લોકડાઉનના કારણે લોકોના કામકાજ બંધ થઈ જતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. આ વચ્ચે પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી, એસ.સી અને એસ.ટી એકતા મંચના પ્રેસિડેન્ટ એવા અલ્પેશ ઠાકોરે રાજ્યમાં બે મહિનાનું લાઈટબીલ માફ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, લોકડાઉનમાં રાજ્યના મોટાભાગની જનતા ઘરમાં જ સમય પસાર કરી રહી છે. ઉનાળો હોવાથી વીજ વપરાશમાં પણ વધારો થયો છે. એવામાં લોકોને એપ્રિલ-મેમાં વીજળી બિલ ભરવામાંથી મૂક્તિ આપવી જોઈએ.

મળતી માહિતી અનુસાર, અલ્પેશ ઠાકોર પત્રમાં લખે છે કે, રાજ્યની જનતાને વીજળી બિલ ભરવામાં 30 મે 2020 સુધી મુદત લંબાવવામાં આવી છે. એલ.ટી ગ્રાહકોને ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ ઉપરાંત ફ્યુલ સરચાર્જમાં 16 પૈસાનો ઘટાડો આપ્યો છે. પરંતુ આ ઘટાડોએ પૂરતો નથી. 59 દિવસના લોકડાઉન બાદ આટલી સહાય પૂરતી નથી. આથી ગરીબ, ખેડૂત તથા મધ્યમ વર્ગના લોકોનું એપ્રિલ-મે મહિનાનું વીજળી બિલ માફ કરવામાં આવે. ગુજરાત સરકારે આ દિશામાં વિચારીને અન્ય રાજ્યો માટે પણ દ્રષ્ટાંત પૂરું પાડવું જોઈએ.

આ ઉપરાંત અત્રે ઉલેખનીય છે કે, ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે શિવરાજ સરકાર પાસે માંગ કરી હતી કે, લોકડાઉન ને ધ્યાનમાં રાખીને ત્રણ મહિનાનું વીજળી બિલ અત્યારે જ માફ કરવામાં આવે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, વીજળી બિલને લઇને અમે ઘણી બધી વખત સરકાર પાસે માંગ કરી ચૂક્યા છીએ.

કમલનાથે કહ્યું કે, ફિક્સ ચાર્જથી લઇને ન્યુનત્તમ યુનિટ ચાર્જ, લાઈન લૉર્સ ચાર્જ, વિલંબ ચાર્જ સાથે અન્ય ચાર્જ માં પણ લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારે છૂટ આપવી જોઈએ. આ ઉપરાંત તેમણે એ પણ માંગ કરી છે કે, ઉદ્યોગકારોને પણ લોકડાઉનના કારણે બિલમાં રાહત આપવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: