વિશ્વના સૌથી ધનિક AMAZON ના માલિકે લીધા છૂટાછેડા, અડધી સંપત્તિ એવી પડશે પત્નીને…

દુનિયાની દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે થોડા દિવસ અગાઉ જ  અમીરીના મામલે ઇતિહાસ રચ્યો છે. તે આજના આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર શખ્સ બની…

દુનિયાની દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે થોડા દિવસ અગાઉ જ  અમીરીના મામલે ઇતિહાસ રચ્યો છે. તે આજના આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર શખ્સ બની ગયા છે. જેફ બેઝોસ પાસે કુલ 150 અરબ ડોલરથી વધુની સંપત્તિ છે. તમને જણાવીએ કે જેફ બેઝોસને લોકો એમેઝોનના સંસ્થાપક સીઇઓ તરીકે ઓળખે છે પરંતુ તે વિવિધ 15 કંપનીઓના માલિક છે.

jeff bejos ceo of amazon.com

 

એમેઝોન.કોમ ના સ્થાપક જેફ બેઝોસે પત્ની મેકકેન્ઝી સાથે 25 વર્ષનાં દાંપત્ય જીવન પછી છૂટાછેડા લેવાની જાહેરાત કરી. પોતાના 55મા જન્મદિવસના ત્રણ દિવસ પહેલાં જ બેઝોસે આ ચોંકાવનારી જાહેરાત કરી છે.

અમેરિકામાં છૂટાછેડા અંગે એવો નિયમ છે કે પતિની સંપત્તિનો 50 ટકા ભાગ પત્નીને આપવો. જોકે હજુ આ દંપતીએ પોતાના છૂટાછેડા કેટલી રકમમાં સેટલ કર્યા છે તે વિગતો બહાર આવી નથી. ‘બ્લૂમબર્ગ’ના આંકડા પ્રમાણે અત્યારે જેફની સંપત્તિ 137 અબજ ડૉલર છે. જો તેઓએ પોતાની સંપત્તિના સરખા ભાગ પાડવાનું નક્કી કર્યું હશે તો જેફ બેઝોસની સંપત્તિમાં ધરખમ ઘટાડો થશે. એ રીતે જોતાં મેકકેન્ઝીના ભાગે 67થી 69 અબજ ડૉલર આવશે. જો એવું થશે તો મેકકેન્ઝી ટુટલ વિશ્વની સૌથી ધનિક મહિલા બની જશે. જ્યારે બિલ ગેટ્સ ફરી પાછા વિશ્વની સૌથી ધનિક વ્યક્તિનું પદ હાંસલ કરી લેશે. હજુ થોડા સમય પહેલાં જ ‘એમેઝોન’ 810 અબજ ડૉલરની નેટવર્થ સાથે વિશ્વની સૌથી વેલ્યુએબલ કંપની જાહેર થઈ હતી. ‘માઈક્રોસોફ્ટ’ને પણ તેણે 20 અબજ ડૉલરથી પાછળ રાખી દીધી હતી. થોડા સમયમાં જ એમેઝોન ટ્રિલિયન ડૉલર કંપની બને તેવી શક્યતા જોવાઈ રહી છે.

અમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસે પોતાના કેરિયરની શરૂઆત ઓનલાઇન પુસ્તકો વેચવાથી કરી હતી. સૌછી પહેલા આ માટે એમણે જ્યાં ઓફિસ બનાવી એ પહેલા કાર ગેરેજ હતું. જ્યાંથી એમણે આ બિઝનેસ આગળ વધાર્યો હતો. ત્યાર બાદ એમણે એમેઝોનની સ્થાપના કરી. એમેઝોનમાં એમની ભાગીદારી માત્ર 16 ટકા જ છે. આ ઉપરાંત એમની પાસે અખબાર, રોકેટ કંપની, કૂપન અને ગ્રોસરીની વેબસાઇટ છે. આ બધા વેપારથી તેઓ છેલ્લા એક વર્ષથી દરરોજ 430 કરોડ રૂપિયા કમાઇ રહ્યા છે.

Amazon ના સ્થાપક જેફ બેઝોસે તેમની ઈ-કોમર્સ કંપનીમાં પોતાના નાણાં અને પરિવારની મદદથી એક લાખ ડોલરનું રોકાણ કર્યું હતું. એમેઝોન કંપની તેમની અપેક્ષા અનુસાર આગળ વધવા લાગી હતી. તેમણે એમેઝોનની શરૂઆત એક ગેરેજમાં જૂનાં પુસ્તકો વેચવાના વિચારથી શરૂ કરી હતી. બ્રેડ સ્ટોનના પુસ્તક ‘ધ એવરીથિંગ સ્ટોરઃ જેફ બેઝોસ ઍન્ડ ધ એજ ઑફ એમેઝોન’માં જણાવ્યા અનુસાર, 1995માં એમેઝોનના લૉન્ચિંગ બાદ કંપનીએ એક મહિનામાં 50 રાજ્યો તથા 45 દેશોમાંથી ઓર્ડર લીધા હતા.

એમેઝોનની સ્થાપના ના પહેલાં પાંચ વર્ષમાં એમેઝોનના ગ્રાહકોની સંખ્યા 1.80 લાખથી વધીને 1.17 કરોડના આંકડે પહોંચી ગઈ હતી. તેનું વેચાણ 5.11 લાખ ડૉલરથી વધીને 1.6 અબજ ડૉલરનું થઈ ગયું હતું. કંપની પાસે મોટા રોકાણકારો આવવા લાગ્યા હતા તથા 1997માં કંપની સાર્વજનિક થઈ ગઈ હતી. જેફ બેઝોસ 53 વર્ષની વયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા હતા. ‘ટાઇમ’ સામયિકે જેફ બેઝોસને 1999માં ‘કિંગ ઑફ સાયબર કૉમર્સ’નું બિરુદ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *