કોરોનાથી ઘરમાં કેદ જીંદગીઓ, એક લાખ નોકરીઓ આપશે Amazon

દુનિયાભરમાં કોરોના વાયરસ હવે મહામારી બની ચૂક્યો છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 7000થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે બે લાખ જેટલા લોકો…

દુનિયાભરમાં કોરોના વાયરસ હવે મહામારી બની ચૂક્યો છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 7000થી વધારે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જ્યારે બે લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે.

ઘણા દેશોમાં લોકડાઉનની સ્થિતિ આવી ગઈ છે તો ઘણી જગ્યાઓએ સરકારે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. એવામાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડરનો સહારો લઈ રહ્યા છે.

આ પરિસ્થિતિને જોતા ઇ-કોમર્સ કંપની એમેઝોનની એક લાખ લોકોને હાયર કરવાની યોજના બનાવી છે.Amazon તરફથી કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં તેમની પાસે મોટી સંખ્યામાં પેન્ડિંગ ઓર્ડર છે.

તેને પૂરા કરવા માટે મોટી સંખ્યામાં લોકોની જરૂરિયાત છે.એવામાં અમે પોતાના ગ્રાહકો સુધી પહોંચાડવા માટે એક લાખ લોકોને હાયર કરી રહ્યા છીએ. આ કર્મચારી એમેઝોનના વેરહાઉસ અને ડિલિવરી માટે કામ કરશે.

Amazonનું માનીએ તો લોકો ઘરથી બહાર નીકળવા નથી માંગતા. આ જ કારણ છે કે ઇ કોમર્સ નો સહારો લેવામાં આવી રહ્યો છે અને આશા કરતાં ઘણા વધારે ઓર્ડર મળી રહ્યા છે.

તેને પૂરા કરવા માટે અમારી પાસે કર્મચારીઓની સંખ્યા ઓછી પડી રહી છે. એમેઝોન અનુસાર કર્મચારીઓને બે ડોલરથી 15 ડોલર પ્રતિ કલાકનું વેતન આપવામાં આવશે.

એવું નથી કે મુશ્કેલી ફક્ત એમેઝોન સાથે જ છે. આ ઉપરાંત અમેરિકાના અન્ય સુપરમાર્કેટ Kroger અને Raley’s કે Albertsonsને પણ પોતાના ઓર્ડર પૂરા કરવા માટે સ્ટાફ હાયર કરવાની જરૂર પડી છે.

જણાવી દઈએ કે આ વાયરસ આખી દુનિયા માટે એક પડકાર બની ચૂક્યો ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ત્રણ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *