ગુજરાતમાં ફરી એકવાર થશે મેઘરાજાની એન્ટ્રી- વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી

Published on Trishul News at 3:35 PM, Thu, 10 August 2023

Last modified on August 10th, 2023 at 3:38 PM

Ambalal Patel’s forecast: રાજ્યભરમાં વરસાદે થોડાક દિવસોથી આરામ પર હોય તેવું લાગી રહ્યું છે.ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદી ઝાંપટાનું જોર વધારે છે.ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે.અને હવે ચોથા રાઉન્ડની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે(Ambalal Patel’s forecast) વરસાદની લઈને એક આગાહી કરી છે. તેમણે જણાવાયું છે કે,ગુજરાતમાં શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ થશે.

જન્માષ્ટમી દરમિયાન હળવા વરસાદની શક્યતા: અંબાલાલ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે, આવનારી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના પણ છે.

‘ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના’
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા પછી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા પછી વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન શાસ્ત્રીઓએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તારીખ 19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

24 કલાકમાં 19 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
હવામાન વિભાગના સૂત્રો અનુસાર, આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં સાવ સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં ગીર-સોમનાથના વેરાવળમાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

Be the first to comment on "ગુજરાતમાં ફરી એકવાર થશે મેઘરાજાની એન્ટ્રી- વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી"

Leave a comment

Your email address will not be published.


*