27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતના આ વિસ્તારોમાં મન મુકીને ધમરોળશે મેઘરાજા- અંબાલાલ પટેલે આપી મહત્વની માહિતી

Published on Trishul News at 2:56 PM, Fri, 24 September 2021

Last modified on September 24th, 2021 at 2:56 PM

ગુજરાત: ગુજરાતમાં અંબાલાલ પટેલે(Ambalal Patel) આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ(Heavy rain)ની આગાહી(Forecast) કરી છે. ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદના ઝાપટા પડી શકે છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

રાજ્યમાં સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને લીધે 81 ટકા વરસાદ પડ્યો છે. નોંધનીય એ છે કે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ જોવા મળી હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ માત્ર 19 ટકા જ નોંધવામાં આવી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસું ભરખમ જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં 25 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. હજુ પણ વરસાદની 40 ટકા ઘટ જોવા મળી છે. જોકે, રાહતની વાત એ છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાસણા બેરેજનું હાલનું લેવલ 129.75 ફૂટ છે. વાસણા બેરેજના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

1 જૂનથી અત્યાર સુધી અમદાવાદમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો છે. આમ હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે હજુ 19 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધાઈ રહી છે, જેમાં દાહોદમાં સૌથી વધુ 47 ટકા ઘટ નોધવામાં આવી છે. જ્યારે 8 જિલ્લામાં 5થી 45 ટકા વધુ વરસાદ ખાબક્યો છે, સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 45 ટકા વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતના આ વિસ્તારોમાં મન મુકીને ધમરોળશે મેઘરાજા- અંબાલાલ પટેલે આપી મહત્વની માહિતી"

Leave a comment

Your email address will not be published.


*