ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા જ ચેન્નઈના આ દિગ્ગજ ખેલાડીએ IPLને કહ્યું અલવિદા

Published on Trishul News at 10:25 AM, Mon, 29 May 2023

Last modified on May 29th, 2023 at 10:28 AM

Ambati Rayudu announces IPL retirement: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઈનલ (GT Vs CSK IPL Final) મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુએ નિવૃત્તિની જાહેરાત કરી છે. અમદાવાદ (Ahmedabad)માં આજે રમાનાર ગુજરાત ટાઇટન્સ (GT) સામેની ફાઇનલ મેચ બાદ રાયડુ IPLને અલવિદા કહી દેશે.

રાયડુએ ટ્વિટર દ્વારા આ મોટા સમાચારની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, બે મહાન ટીમો, મુંબઈ અને CSK. 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી, 6મી આજે આશા છે. તે એક અદ્ભુત સફર રહી છે.

તેણે આગળ લખ્યું, મેં નક્કી કર્યું છે કે આજની ફાઇનલ મેચ મારી છેલ્લી IPL મેચ હશે. મને આ મહાન ટૂર્નામેન્ટમાં રમવાની ખરેખર મજા આવી. આપ સૌનો આભાર. હવે અહીંથી યુટર્ન નથી.

IPL 2023ને CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી ટૂર્નામેન્ટ માનતા ચેન્નાઈના ચાહકોને રાયડુની નિવૃત્તિની જાહેરાતથી મોટો આંચકો લાગ્યો છે. તેની 14 વર્ષની IPL કારકિર્દીમાં, રાયડુએ 203 મેચોમાં 127.29ના સ્ટ્રાઈક રેટથી કુલ 4329 રન બનાવ્યા, જેમાં એક સદી અને 22 અડધી સદીનો સમાવેશ થાય છે. આજે તે પોતાની 204મી મેચ રમશે જે રાયડુની કારકિર્દીની છેલ્લી IPL મેચ હશે.

37 વર્ષીય રાયડુએ 2013માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યા બાદ 55 ODI અને છ T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. રાયડુની 2019 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી ન થયા બાદ આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે પછી રાયડુ CSK ટીમનો ભાગ હતો જેણે 2021માં ચોથું IPL ટાઇટલ જીત્યું હતું. ચાહકોને આશા હશે કે રાયડુ આજે ચેન્નાઈની ટાઈટલ જીત સાથે આઈપીએલને અલવિદા કહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા જ ચેન્નઈના આ દિગ્ગજ ખેલાડીએ IPLને કહ્યું અલવિદા"

Leave a comment

Your email address will not be published.


*