વડોદરામાં ભાજપ કાર્યકરે વોટ્સએપ ગ્રૃપમાં પોર્ન સ્ટારના અશ્લીલ ફોટા મૂક્યા, જાણો પછી શું થયું

ગુજરાતમાં ભાજપ નેતા દ્વારા વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ ફોટા મૂકવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં ભાજપના એક કાર્યકરે વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ પોસ્ટ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ગ્રૃપમાં અશ્લીલ ફોટા આવતાં જ સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા હતા. ભાજપ કાર્યકરની આવી હરકતથી એડમિન પાસે ગ્રૃપ ડિલિટ મારી દેવામાં આવ્યું હતું.

વડોદરા શહેર ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં ભાજપના જ કાર્યકર એવાં અંબુ પટેલે અશ્લીલ ફોટો શેર કર્યા હતા. આમ તો સભ્ય સમાજની વાતો કરતાં ભાજપ પક્ષમાં આ પ્રકારના અશ્લીલ ફોટા જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ ગ્રૃપમાં ભાજપના મહિલા અગ્રણીઓ પણ એડ હતા. ભાજપના વોટ્સએપ ગ્રૃપમાં આવાં ફોટાં જોઈને તેઓ પણ પહેલાં ચકિત રહી ગયા હતા. જે બાદ આ મામલે હોબાળો મચી જવા પામ્યો હતો. અને લોકો ગ્રૃપ લેફ્ટ કરીને જતા રહેવા લાગ્યા હતા. અંતે ભાજપના આ વોટ્સએપ ગ્રૃપને એડમિન દ્વારા ડિલિટ મારી દેવામાં આવ્યું હતું.

વિદેશી યુવતિનો બિભત્સ ફોટોગ્રાફ મૂકાતા જ તે વોટ્સ એપ ગૃપના એડમિન નરીન પટેલ તુરંત જ લેફ્ટ થઈ ગયા હતાં. એ પછી ભાજપના મહિલા કોર્પાેરેટર પણ ગૃપમાંથી લેફ્ટ થઈ ગયા હતાં. તે ગૃપમાં ભાજપની કોર્પાેરેટરો સહિત મહિલા આગેવાનો પણ મેમ્બર્સ છે. ત્યારે આવો પોર્ન ફોટો મૂકતા મહિલાઓ ક્ષોભમાં મૂકાઈ હતી. આ કિસ્સાને લઈને સોશિયલ મીડિયાના ગૃપમાં જ નહીં પરંતુ શહેર ભાજપમાં હડકંપ મચી ગયો હતો. જેથી શહેર ભાજપ પ્રમુખ રંજનબેન ફોન કર્યો ત્યારે અંબુ પટેલે પોતે આવો કોઈ ફોટો જ મૂક્યો નહીં હોવાનું કહ્યું હતું. જોકે અંબુ પટેલે મીડિયા સાથે વાત કરવાનુ ટાળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.