રૂપાણી સરકારની મુશ્કેલીઓમાં વધારો- ડોક્ટરોએ બાંયો ચડાવી સરકાર વિરુદ્ધ પહોચ્યા હાઈકોર્ટ

Published on Trishul News at 4:16 PM, Thu, 28 May 2020

Last modified on May 28th, 2020 at 4:16 PM

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘણી વખત બેદરકારી સામે આવી છે. કોરાનાનાં ઉંચા મૃત્યુદરને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિવાદના વમળમાં સપડાઇ છે. ત્યારે હાઇકોર્ટે લગાવેલી ફટકાર બાદ સરકાર અને સિવિલનું તંત્ર દોડતું થયુ છે. રૂપાણી સરકાર સિવિલની છાપ સુધારવાના કામે લાગી ગઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 400થી વધુ દર્દીઓના મોત અમદાવાદ સિવિલમાં થયાં છે. જેના કારણે ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી છે.

હવે અમદાવાદમાં 60 જેટલા ડોકટર કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ મેડીકલ એસોશીયશન હરકતમાં આવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં ડોક્ટરોના અને મેડિકલ સ્ટાફના ટેસ્ટ કરવામાં આવે અને તેમના ટેસ્ટ ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ અમદાવાદમાં SVP, સિવિલ અને LG હોસ્પિટલના 60 જેટલા લોકો કોરોના પોઝિટિવ છે.

મેડિકલ એસોસિયેશનન દ્વારા ગુજરાત હાઈકોર્ટ માં એક અરજી કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ તાત્કાલિક થાય તેવી અરજદારની માગ છે. કોવીડના ટેસ્ટ કરવાની પ્રક્રિયાનો સમય ગાળો ઓછો થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. તબીબોના કોરોના રિપોર્ટ ન કરતા HCમાં અરજી કરાઈ છે. તબીબોના ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે તેવી અરજદારની માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "રૂપાણી સરકારની મુશ્કેલીઓમાં વધારો- ડોક્ટરોએ બાંયો ચડાવી સરકાર વિરુદ્ધ પહોચ્યા હાઈકોર્ટ"

Leave a comment

Your email address will not be published.


*