શહેરોના નામ બદલી રહેલા ભાજપ નેતાઓના વિરોધમાં ઉતર્યા અમદાવાદીઓ, જાણો હકીકત…

હાલમાં દેશ બદલવાનો બદલે નામ બદલી રહેલા ભાજપના નેતાઓ જનતા આડે હાથે લઈ રહી છે ત્યારે, અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવા શરૂ થયેલી બાળુકી રમતમાં ભાજપના નેતાઓ સામે જ આંગળીઓ ઉઠી છે, સવાલો શરૃ થયા છે. ‘ક્યા સુધી ગલી, મહોલ્લાના નામો બદલશો, પૃથ્વીના ગોળાનું નામ જ સીધુ દિનદયાળ ગોળો રાખોને’ આવો આક્રોશ અમદાવાદીઓ અને ગુજરાતી અસ્મિતા સાથે નિસબત ધરાવતા નાગરીકો સોશ્યલ મિડિયામાં ઠાલવી રહ્યા છે.

મુખ્યધારાના કામો કોરાણે મુકી રાતદિવસ ચાલતા સંકુચિતપણાના રાજકારણથી તંગ આવેલા નાગરીકો ગુજરાતમાં સરકારી, અર્ધસરકારી ઈમારતો, ટાઉનહોલથી લઈને રસ્તા, ચોક અને પરીસરોને ભાજપના સ્થાપકો દિનદયાળ ઉપાધ્યાય અને શ્યામામુર્ખજીના નામે કેમ થઈ રહ્યા છે ? આ સવાલો પણ કરી રહ્યા છે.

ગુજરાતના જાહેરજીવનમાં ઘડતર, જતન માટે જેમનું ખાસ કંઈ યોગદાન નથી તેવા નેતાના નામે પ્રજાના ટેક્સમાંથી, પ્રજા માટે ઉભી થતી ઈમારતો ચઢાવી દેવાનું કેટલુ યોગ્ય છે ?

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના ઉત્સાહમાં નાગરીકો હવે ભાજપના નેતાઓને જ સાણસામાં મુકી રહ્યા છે.

અમદાવાદને અમદાવાદ રાખવા ઓનલાઈન પિટિશન ફાઈલ થઈ

અમદાવાદનું નામ અમદાવાદ જ રાખવા, હળીમળી સૌ વેપાર કરે એ ભાવના, મિજાજ, અસ્મિતા, ઓળખને યથાવત રાખવા ઓનલાઈન પિટીશન દાખલ થઈ છે. www.change.org વેબસાઈટ પર ફાઈલ થયેલી આ પિટિશનમાં અમદાવાદનો ઐતિહાસિક આધાર રજૂ કરી તેનું નામ ન બદલવા જનમત માંગવામાં આવી રહ્યો છે. રવિવારની સાંજ સુધીમાં જ ૧૦,૦૦૦થી વધુ અમદાવાદના સોશ્યલ યુઝર્સે આ પિટશનમાં અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા મુખ્યમંત્રીને વિનંતી કરતા પત્ર ઉપર સર્મથન આપ્યુ છે. ઓનલાઈન પિટિશનર એડવોકેટ બંદિશ સોપારકરના કહેવા મુજબ અમદાવાદનું નામ ન બદલાય તેના માટે મુખ્યમંત્રીને પત્રો પણ લખાશે અને આ કેમ્પેઈનમાં સર્મથન આપનારા એક એક નાગરીકની સહી સાથેની રજૂઆત તમામ સત્તાધારીઓ સુધી પણ પહોંચાડીશું

Trishul News