અચાનક જ ઘરમાં આગ ફાટી નીકળતા ત્રણ બાળકો સહીત 10 લોકોના મોત- ‘ઓમ શાંતિ’

Published on Trishul News at 12:05 PM, Sat, 6 August 2022

Last modified on August 6th, 2022 at 12:05 PM

અમેરિકા(America)ના પેન્સિલવેનિયા(Pennsylvania) રાજ્યમાં એક ઘરમાં લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત 10 લોકોના મોત(10 deaths due to fire) થયા છે. આગ ઓલવવા આવેલા ફાયર ફાઈટર(Fire fighter)ને જ્યારે ખબર પડી કે તેના સંબંધીના ઘરમાં આગ લાગી છે અને મૃતકોમાં તેનો પુત્ર, પુત્રી, સસરા, પત્નીના ભાઈ અને અન્ય સંબંધીઓનો સમાવેશ થાય છે ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો.

પેન્સિલવેનિયા પોલીસે એક સમાચાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા ત્રણ બાળકો અનુક્રમે પાંચ, છ અને સાત વર્ષના છે. નેસ્કોપેક વોલેન્ટિયર ફાયર કંપનીના ફાયર ફાઈટર હેરોલ્ડ બેકરે ફોન પર જણાવ્યું કે 10 મૃતકોમાં તેનો પુત્ર, પુત્રી, સસરા, પત્નીનો ભાઈ, બહેન અને અન્ય પાંચ સંબંધીઓનો સમાવેશ થાય છે. બેકરે જણાવ્યું કે, શરૂઆતમાં તેને જે સરનામું આપવામાં આવ્યું હતું તે પડોશી ઘરનું હતું. પરંતુ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેને ખબર પડી કે આ તેના સંબંધીનું ઘર છે.

તેણે જણાવ્યું કે બે માળના મકાનમાં 13 કૂતરા પણ રહેતા હતા પરંતુ તેમાંથી કોઈ બચ્યું કે નહીં તે અંગે તેણે જણાવ્યું નથી. નેસ્કોપેકના આ ઘરમાં શુક્રવારે બપોરે 2.30 વાગ્યા પછી આગ લાગી હતી. ઈમરજન્સી હેલ્પર્સ પહોંચ્યા પછી તરત જ, એક વ્યક્તિ ઘરની અંદર મૃત હાલતમાં મળી આવી હતી. સવારે અન્ય બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્ય પોલીસ અને ફોજદારી તપાસકર્તાઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક લોકો સળગતા ઘરમાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. ફાયર કંપની સેક્રેટરી હેઇદી નોરે જણાવ્યું હતું કે મૃતકોમાં એક 19 વર્ષીય ડેલ બેકર ફાયર ફાઇટર હતો જે 16 વર્ષની ઉંમરે કંપનીમાં જોડાયો હતો. તેમણે જણાવ્યું કે ડેલ બેકરના માતા-પિતા ફાયર સર્વિસના સભ્ય હતા અને આ પરિવાર હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરવામાં આગળ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અચાનક જ ઘરમાં આગ ફાટી નીકળતા ત્રણ બાળકો સહીત 10 લોકોના મોત- ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*