દેશની સરકારે મદદ કરી નહીં ત્યારે બેકાર રત્ન કલાકારોની મદદ માટે અમેરિકાના લોકો આગળ આવ્યા

સુરતમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીસિંગ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે.વિશ્વના દસમાંથી આઠ હીરાને ચમકનાર સુરતના રત્નકલાકારો મંદીના ભોગ બની રહ્યા છે.હીરાઉધોગમાં મંદીને કારણે હજારો ડાયમંડ રત્નકલાકારો…

સુરતમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીસિંગ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે.વિશ્વના દસમાંથી આઠ હીરાને ચમકનાર સુરતના રત્નકલાકારો મંદીના ભોગ બની રહ્યા છે.હીરાઉધોગમાં મંદીને કારણે હજારો ડાયમંડ રત્નકલાકારો છૂટા પડ્યા હોવાથી હવે તેમને આર્થિક મદદ માટે યુનાઇટેડ સ્ટેટ્સના જેમ્સ એન્ડ જ્વેલરી ના સભ્યો સામે આવ્યા છે.

અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના સભ્યો સુરતના રત્નકલાકારો માટે પ્રથમ તબક્કામાં ૫૦ લાખની આર્થિક સહાય કરશે. સુરતના 6 ડાયમંડના વેપારીઓએ રત્નકલાકાર સહાય ગ્રુપ whatsapp શરૂ કર્યું છે. જેમાં અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના સભ્યો પણ જોડાયા છે. આ ગ્રુપના સુરતના સભ્યો રત્નકલાકારોના પરિવારની મદદ પણ કરતા આવ્યા છે.અમેરિકાના એસોસિએશને સુરતના આ સભ્યોને જવાબદારી આપી.જેથી આ લોકોએ ટીમ બનાવી રત્નકલાકારો અને તેમના પરિવારની સર્વેની કામગીરી હાથ ધરી છે. જેથી તેઓને યોગ્ય સહાય મળી શકે. સંભવિત લાભાર્થીઓને ઓળખવા માટે શહેર સ્થિત છ હીરાના વેપારીઓ નિલેશ બોડકી, વિપુલ સાચપરા, કપિલ દિયોરા, ઉર્વેશ ઢાકેચા,સુનિલ ડાભી અને જતીન કાકડિયાની એક સમિતિની રચના કરવામાં આવી હતી.

દરેક સમિતિના સભ્યોએ ઓછામાં ઓછા 15 લોકો ટીમોની રચના કરી છે. જેમણે સુરતમાં વરાછા, કતારગામ, કાપોદ્રા, પૂર્ણ ગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારો અને તેમના પરિવારની મુલાકાત લીધી છે અને હાલ પણ તેઓ સર્વેની કામગીરી કરી રહ્યા છે.નોકરી ગુમાવનાર રત્નકલાકારોની ઓળખ માટે સર્વે યુદ્ધ પાવર ગ્રુપ અને ગોપીનાથ ગૌશાળા ગ્રુપના સભ્યો જોડાયા છે. સર્વેની જાણકારી અમેરિકાના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના સભ્યોને આપવામાં આવશે. ત્યારબાદ આ જરૂરિયાત મગર ના કલાકારો ના અને તેમના પરિવારની મદદ કરવામાં આવશે.

હાલ પ્રાથમિકતા આત્મહત્યા કરનાર અને છૂટા કરી દેવામાં આવેલા રત્નકલાકારોના પરિવારને આપવામાં આવી છે. મેડિકલ ખર્ચ, ઘર ભાડું ,બાળકોની શાળા ફી,રશન નો ખર્ચ જેવી સહાય સરવેની કામગીરી ના આધારે કરવામાં આવશે.

વર્ષ 2008ની ભારે મંદી જેવી સ્થિતી હાલ સર્જાઇ રહી છે. ત્યારે સરકાર પાસે પણ આશા રાખીએ પરંતુ સરકારે હજી સુધી તેને લઈને કોઈ જાહેરાત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *