અમેરિકામાં અપહરણ થયેલા આખેઆખા ભારતીય પરિવારના મળ્યા મૃતદેહ… લાશની હાલત જોઇને લોકોમાં હાહાકાર

અમેરિકા(America)ના કેલિફોર્નિયા(California)માંથી ભારતીય મૂળના ચાર લોકોના અપહરણના સમાચાર આવ્યા બાદ પોલીસે ગ્રામીણ વિસ્તારમાંથી તમામના મૃતદેહ કબજે કર્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીઓએ કેસના અપડેટમાં જણાવ્યું…

અમેરિકા(America)ના કેલિફોર્નિયા(California)માંથી ભારતીય મૂળના ચાર લોકોના અપહરણના સમાચાર આવ્યા બાદ પોલીસે ગ્રામીણ વિસ્તારમાંથી તમામના મૃતદેહ કબજે કર્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, અધિકારીઓએ કેસના અપડેટમાં જણાવ્યું હતું કે, કેલિફોર્નિયામાં 8 મહિનાની બાળકી સહિત પરિવારના ચાર સભ્યો સોમવારે મર્સિડ શહેરમાં અપહરણ કર્યા પછી ગ્રામીણ વિસ્તારમાં મૃત(4 people died) હાલતમાં મળી આવ્યા હતા.

મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે બુધવારે મોડી રાત્રે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે અપહરણ કરાયેલા ચાર લોકોને શોધી કાઢ્યા છે અને તેઓ ખરેખર મૃત્યુ પામ્યા છે. થોડા દિવસ પહેલા અપહરણ કરાયેલા લોકોમાં જસદીપ સિંહ (36), તેની પત્ની જસલીન કૌર (27), તેમની આઠ મહિનાની પુત્રી આરુહી ધેરી અને 39 વર્ષીય વ્યક્તિ અમનદીપ સિંહ જે તમામ લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે. જે પરિવારનું અપહરણ કરવામાં આવ્યું છે તે પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી છે.

અપહરણ કરીને હત્યા કરનાર અંગે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી કે અપહરણ કે હત્યા પાછળનો હેતુ પણ સામે આવ્યો નથી. શેરિફ ઓફિસ તરફથી સોમવારે જારી કરાયેલા નિવેદનમાં સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચે.

જણાવી દઈએ કે વર્ષ 2019માં ભારતીય મૂળના ટેકનિશિયન તુષાર અત્રે તેની ગર્લફ્રેન્ડની કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અમેરિકામાં ડિજિટલ માર્કેટિંગ કંપનીના માલિક દ્વારા કેલિફોર્નિયામાં તેના ઘરેથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણના થોડા કલાકોમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *