વેક્સિન મુકાવો અને મેળવો ૭૦૦૦ રૂપિયા- જાણો ક્યાં શરુ થઇ આવી ઓફર

Published on Trishul News at 4:22 PM, Thu, 29 July 2021

Last modified on July 29th, 2021 at 4:22 PM

દેશ-વિદેશમાં કોરાના મહામારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કોરોનાને હરાવવા માટે અનેકવિધ દેશોમાં લોકો કોરોના વેક્સીન લે એની માટે કેટલીક ઓફર આપવામાં આવી રહી છે.  સમગ્ર શહેર વેક્સીનેશનની ગતિ ધીમી પડી રહી છે ત્યારે એલાન કરવામાં આવ્યું છે કે, કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લેનારને 100 ડૉલર એટલે કે 7,442 રૂપિયા આપવામાં આવશે. આ ઓફર શુક્રવારથી શરૂ થઈ રહી છે.

કોરોનાના સતત વધતા જતા કેસને ધ્યાનમાં લઈ લોકો વેક્સીન લે એ માટે ખાસ ઓફર આપવામાં આવી છે. યુવાનવર્ગ વેક્સીન લે તે માટે પ્રોત્સાહન આપવા માટે આ આકર્ષક ઓફર આપવામાં આવી છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા મંગળવારે જોખમવાળા વિસ્તારોમાં વેક્સીનના 2 ડોઝ લીઘેલ લોકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

CDC ના ડાયરેક્ટર રોશેલ વેલેંસ્કીએ પ્રેસ કોન્ફરન્સ વખતે માસ્ક અંગેના નિર્ણયની જાણ કરવામાં આવી હતી. વેક્સીન ખુબ અસરકારક છે પણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણનું જોખમ સતત વધતું જઈ રહ્યું છે. આ કારણોસર 5 કાઉન્ટીમાં કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરી દેવામાં આવ્યો છે.

આની સાથે જ વેક્સીનેશનને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડી બ્લાસિયો સોમવારે એલાન કર્યું હતું કે, સમગ્ર શહેરના કર્મચારીઓએ 13 સપ્ટેમ્બર સુધીમાં વેક્સીન લેવાની રહેશે. વેક્સીન ન લીધેલ હોય તો તેમણે દર સપ્તાહે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ હોવો જોઈએ.

સમગ્ર શહેરમાં કુલ 40.8% રહેવાસીઓનું વેક્સીનેશન થયું નથી. આની સાથે જ રહેવાસીઓમાંથી કુલક 59.2% લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. વેક્સીન લેવા પ્રેરિત કરવા માટે કુલ 1,000 ડૉલરની ઓફર આપવામાં આવી હતી.

ત્યારપછી ઓફરની રકમ 100 ડૉલર કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનના પ્રશાસનમાં પહેલા કામ કરી ચૂકેલ બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યુશનના એક સીનિયર કલીગ રોબર્ટ લિટને નિવેદન આpવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “જો આપણે કોઈપણ પ્રકારે હર્ડ ઈમ્યુનિટી મેળવી શકતા ન હોઈએ તો આપણી અર્થવ્યવસ્થા બરબાદ થઈ શકે છે.” આ જાણકારી અમેરિકામાં આવેલ ન્યૂયોર્ક (Newyork) શહેરમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વેક્સિન મુકાવો અને મેળવો ૭૦૦૦ રૂપિયા- જાણો ક્યાં શરુ થઇ આવી ઓફર"

Leave a comment

Your email address will not be published.


*