લ્યો બોલો! આ વ્યક્તિને માથામાં કાળા વાળને બદલે આવે છે સોનાનાં વાળ

હાલમાં એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવ્યા છે. જેને સાંભળીને આપને થોડીવાર માટે વિશ્વાસ પણ નહીં આવે! તમામ લોકોને અલગ-અલગ શોખ રહેલા હોય છે. જો…

હાલમાં એક ખુબ આશ્વર્યજનક સમાચાર સામે આવ્યા છે. જેને સાંભળીને આપને થોડીવાર માટે વિશ્વાસ પણ નહીં આવે! તમામ લોકોને અલગ-અલગ શોખ રહેલા હોય છે. જો કે, કેટલાક લોકોને એવા શોખ હોય છે કે, જે જાણીને આપણને નવાઈ લગતી હોય છે. આવો જ એક અજીબોગરીબ શોખ અમેરિકામાં રહેતા ડૈન સુર નામના રેપરને રહેલો છે.

ડેન સુરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવીને વાળની જગ્યાએ સોનાની ચેઇન ઉગાડી છે. અમેરિકાના રેપર ડેન સુરના નવા ફોટો ખુબ વાયરલ થયા છે કે, જેમાં રેપરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. જેની કેટલીક ચર્ચા ચાલી રહી છે. ડેને પોતાના કાળા વાળની જગ્યાએ માથામાં સોનાની મોટી-મોટી ચેઇનો લગાવી છે.

રેપરે પોતાના ગોલ્ડન વાળના ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યા છે. જેને જોયા બાદ લોકો આશ્વર્યચકિત થઇ ગયા છે. ડેનનો દાવો છે કે, આ રીતે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર સૌપ્રથમ વ્યક્તિ છે. ડેને સર્જરી માટે પોતાના માથાના વાળ હટાવીને હુક લગાવી તેમાં સોનાની ચેઇન લગાવવામાં આવી છે.

ડેનના માથા પર લટકતી આ ગોલ્ડન ચેઇનને જોઈ મોટાભાગના લોકો આશ્વર્યચકિત થઇ જાય છે. ડેને ઘણી મોટી-મોટી ચેઇન લગાવી છે. સોનાની ચેઇન લગાવનાર આર્ટિસ્ટે પોતાના સોશિયલ મીડિયા પ્રશંસકોને કહ્યું હતું કે, સચ્ચાઇ એ છે કે તે ખુબ લાંબા સમયથી એવું કશુંક કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

તે બીજા લોકોની જેમ પોતાના વાળ ડાઇ કરાવવા માંગતો ન હતો. તે કશુંક અલગ કરવાની ઇચ્છા ધરાવતો હતો. પોતાની આ ઇચ્છાને પૂર્ણ કરવા ડેને સર્જરી કરાવીને પોતાના વાળ હટાવી દીધા હતા. વાળની જગ્યાએ સોનાની ચેઇન લગાવી હતી. આ સોનાની ચેઇન તેના ખોપડીની અંદર નાખવામાં આવેલ હુકથી લટકેલી છે.

ડેન પોતાના ગોલ્ડન વાળથી ખુબ ખુશ છે. ડેન જણાવે છે કે, માણસના ઇતિહાસમાં તે સૌપ્રથમ વ્યક્તિ છે કે, જેણે આવું ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. આ સર્જરી બાદ ઇંસ્ટાગ્રામ પર તેના  ફોલોઅર્સ ખુબ વધી ગયા છે. ટિકટોક પર બે લાખ ફોલોઅર્સ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *