સુરતમાં કોરોના વચ્ચે થયું અંગદાન: જાણો કોના લિવર અને ચક્ષુના દાનથી ત્રણ વ્યક્તિને મળશે નવજીવન

Published on: 10:44 am, Sun, 16 May 21

હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં પહેલીવાર સુરતમાં એવો કિસ્સો બન્યો છે જેમાં અંગદાન કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે, જૈન સુડતાલીસ શ્રીમાળી સમાજના બ્રેઈનડેડ પરેશભાઈ ચંદુલાલ શાહના અંગોનું દાન કરાયું છે. આ અંગદાનથી 3 વ્યક્તિને નવું જીવન મળી શકે તેમ છે. ફાઈનાન્સ કંપનીના મેનેજર તરીકે કામ કરતા પરેશભાઈ શાહના લિવર અને ચક્ષુઓનું દાન કરતા 3 વ્યક્તિના જીવન ફરી નવજીવન થઈ શક્યાં છે.

મળતી માહિતી મુજબ, પરેશભાઈ મજુરાગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સ લિ.માં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ કોરોના મહામારીના કારણે તેઓ થોડા દિવસ રાજા પર હતા. બુધવાર તા.12મેં ના રોજ પરેશભાઈ તેમની પત્ની પદ્માબેન સાથે આ કંપનીમાં તેમનો પગાર લેવા માટે ગયા હતા. આ દરમિયાન ઓફીસમાંથી નીચે ઉતરતી વખતે તેઓ અચાનક ચક્કર આવવાથી પડી ગયા હતા.

તેમને ઉલટી થતા ઓફીસ સ્ટાફ તેમને તાત્કાલિક બાજુમાં આવેલી નિર્મલ હોસ્પિટલમાં ડો.ગૌરીશ ગડબૈલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી. ત્યારબાદ નિદાન માટે CT સ્કેન કરાવતાં જાણવા મળ્યું હતું કે, મગજની નસો ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.

ત્યારબાદ 13 મેના રોજ ન્યુરોફિજીશિયન ડૉ.સિદ્ધેશ રાજાધ્યક્ષ, પીડીયાટ્રીક ડૉ. નિર્મલ ચોરરિઆ, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.ગૌરીશ ગડબૈલ અને ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.માધવી ગોંડા દ્વારા પરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી ડોનેટ લાઈફે અંગદાન અંગે પરેશભાઈના પુત્ર દેવાંગ તેમના જમાઈ ચિરાગ દોશી, ભાઈ પ્રકાશભાઈ શાહ, બનેવી યશવંતભાઈ શાહ સાથે ટેલીફોનીક ચર્ચા કરી અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી હતી.

ત્યારબાદ દેવાંગ, ચિરાગ, પ્રકાશભાઈ અને યશવંતભાઈ દ્વારા પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું કે, અમારું સ્વજન તો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને હાલ જયારે કોવિડ-19ની મહામારીના સમયમાં જયારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછુ છે ત્યારે પરેશભાઈના અંગોના દાન દ્વારા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ અંગે પરિવારને સમજાવવા પરેશભાઈના ભાઈ પ્રકાશભાઈનું ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું. જાણવા મળ્યું છે કે, દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી લિવરસીરોસીસની બીમારીથી પીડાતા હતા તેમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત નિર્મલ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનો 280 કી.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો સહકાર મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.