અમિત શાહે 20 વર્ષ બાદ ગુજરાત રમખાણો પર તોડ્યું મૌન – કહ્યું: “મોદીજીએ ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા રહ્યા”

Published on Trishul News at 11:45 AM, Sat, 25 June 2022

Last modified on June 25th, 2022 at 11:57 AM

નવી દિલ્હી(New Delhi): અત્યાર સુધી મંત્રી અમિત શાહે આ વાત પર મૌન રાખ્યું હતું પણ આજે તેમણે ગુજરાત રમખાણો પર પોતાનું મૌન તોડ્યું છે. અમિત શાહે ન્યૂઝ એજન્સીએ ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા કોડની કાર્યવાહી દરમિયાન મીડિયા એજન્સીઓ અને રાજકીય પક્ષોની ભૂમિકા વિશે એ કહે વાત કહી દીધી છે. જે જાણીને તમને પણ થશે કે શું આ વાત સાચી હતી?

અમિત શાહ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા એ સિદ્ધ કરી દીધું છે કે તત્કાલીન ગુજરાત સરકાર પર લગાવાયેલા તમામ આરોપ રાજકીય રીતે પ્રેરિત થયા હતા અને સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કોઈ નિવેદન આપ્યું જ ન હતું તેવું અમિત શાહનું કહેવું છે. ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયા માં સતત સહયોગ કર્યો છે જે લોકોએ પણ મોદીજી ઉપર આરોપ લગાવ્યા હતા તેઓએ ભાજપ અને મોદી જી ની માફી માગવી જોઈએ. આ ઇન્ટરવ્યુ તેમનું લગભગ ૪૦ મિનિટ પણ વધારે ચાલ્યું હતું અને તેઓએ તેમાં એમ પણ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા ન્યાયતંત્ર પર જ વિશ્વાસ રાખ્યો છે અને રાખતા પણ રહેશે.

પ્રધાનમંત્રી ભગવાન શંકરની જેમ ઝેર નો ઘૂંટડો ગળામાં રાખીને લડાઈ લડ્યા
ગૃહ મંત્રી અમિત શાહે નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વગર તમામ દુઃખોને ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા હતા એ રીતે લડાઈ લડી રહ્યા છે આજે જ્યારે આખરે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવી ગયું છે ત્યારે આનંદ જ થશે.

તેઓએ કહ્યું હતું કે મેં ખૂબ નજીકથી નરેન્દ્રભાઈ મોદીને આ દર્દ સહન કરતા જોયા હતા અને તેઓ કેટલા દુઃખી હતા તે પણ મેં જોયા હતા આ તમામ સત્ય જાણતા હોવા છતાં ન્યાય પ્રક્રિયા ચાલુ રહી હતી જેથી અમે આ કહી શકશો નહીં. તે સ્ટેન્ડ પર કોઈ મજબૂત મન નો માણસ જ રહી શકે ઢીલા મન નો માનવી સ્ટેન્ડ પર ઉભો જ રહી ના શકે.

જાણકારી અનુસાર સુપ્રીમ કોર્ટે શુક્રવારે નરેન્દ્ર ભાઈ મોદી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી આ અરજી 2002ના ગુજરાતના રમખાણો મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ક્લીન ચીટ આપતા એસા રિપોર્ટ સામે દાખલ કરાઇ હતી અને આ ક્લીનચિટ થી નરેન્દ્ર ભાઈ મોદી ના બધા જ ચાહકો ખુશ થઈ ગયા છે.

આ અરજી જે વ્યક્તિએ દાખલ કરી હતી તે ઝાકિયા જાફરીએ રમખાણો અંગેની અરજી દાખલ કરી હતી. આ રમખાણોમાં જાકિયા જાફરી ના પતિ અહેસાન જાફરી નુ મોત થઈ ગયું હતું. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાગીયા ની અરજીઓમાં કોઈ યોગ્યતા નથી જેથી તેની અરજી ખારીજ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "અમિત શાહે 20 વર્ષ બાદ ગુજરાત રમખાણો પર તોડ્યું મૌન – કહ્યું: “મોદીજીએ ભગવાન શંકરની જેમ ઝેરનો ઘૂંટડો ગળામાં રાખી લડત લડતા રહ્યા”"

Leave a comment

Your email address will not be published.


*