ગૃહમંત્રી અમીત શાહ પતંગ ચગાવવા આવશે ગુજરાત- શું CM રૂપાણીનો પેચ કપાશે?

પૂર્વ મંત્રી અમિત શાહ અઠવાડિયામાં બીજી વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગૃહ મંત્રી 14 અને 15 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવી…

પૂર્વ મંત્રી અમિત શાહ અઠવાડિયામાં બીજી વખત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગૃહ મંત્રી 14 અને 15 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યા છે. આ બે દિવસો દરમિયાન તેઓ ઉત્તરાયણની ઉજવણી કરશે અને અમદાવાદ અને ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારો ના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉતરાયણ નિમિત્તે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં બપોર બાદ ચાર વાગ્યે કોર્પોરેટ રોડ પર આવેલા રાહુલ ટાવર પાસે ની બિલ્ડિંગમાં તેઓ પતંગ ચગાવશે.

ભાજપ ના નેતાઓ નું માનીએ તો આ બે દિવસ દરમિયાન અમિત શાહ ગુજરાત આવીને સરકાર અને સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિજય રૂપાણી રાજીનામું આપશે, તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે એક જ અઠવાડિયામાં ફરી વખત અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આ વાતને વધુ પવન મળ્યો છે. જાણકારોનું માનીએ તો વર્તમાન રૂપાણી સરકારમાં મંત્રી મંડળમાં ફેરફાર આવી શકે છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ થી લઈને શહેર અને જિલ્લા પ્રમુખો ની ફેરબદલી ઓ થઈ શકે છે. અને આ યાદીને આખરી ઓપ આપવામાં આવી શકે છે. કમુરતા ઉતરતાની સાથે ભાજપ પ્રદેશ સંગઠન નું નવું માળખું જાહેર થઈ શકે છે.

બે દિવસ અગાઉ જ ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ને મંત્રીમંડળમાં સ્થાન આપીને તેમની જગ્યાએ નવા પ્રમુખ અને સ્થાન મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *