કોરોનામાં લોકોનું જે થવું હોય એ થાય પણ કરોડો ખર્ચી ચુંટણીના પ્રચાર માટે ભાજપ કઈ પણ કરવા તૈયાર

કોરોના મહામારી વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સક્રિય થઈ ગઈ છે. બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની…

કોરોના મહામારી વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સક્રિય થઈ ગઈ છે. બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાજ્યમાં વર્ચુઅલ રેલીનો નવો રાજકીય પ્રયોગ શરૂ થઈ ગયો છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પ્રયોગની શરૂઆત કરીને વર્ચુઅલ રેલી યોજી હતી. આ વર્ચુઅલ રેલીનું નામ ‘બંગાળ-જનસંવાદ’ રાખ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે અમુક દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળમાં જનસંવાદ નામથી વર્ચુઅલ રેલી યોજી હતી. તેમના ભાષણને પ્રસારિત કરવા માટે સમગ્ર રાજ્યભરમાં હજારો એલઈડી સ્ક્રીનો લગાવવામાં આવી હતી. હવે તેનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેની ચર્ચા ટ્વિટર પર થઈ રહી છે. આ ફોટામાં LED ટીવી વાંસના ઝાડ ઉપર લટકતી જોવા મળે છે, જેની સામે કેટલાક બાળકો સહિત કેટલાક લોકો ભાષણ સાંભળતાં જોવા મળે છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં કોરોનાવાયરસના વધતા કેસ વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સક્રિય થઈ ગઈ છે. ત્યારે આ ફોટાને ટ્વિટર પર જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે, આગામી વર્ષ પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંગળવારે અમિત શાહની વર્ચ્યુઅલ રેલી માટે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં લગભગ 70,000 ટીવી સ્ક્રીન અને 15,000 મોટી LED સ્ક્રીન લગાવ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે આ તસવીર શેર કરતાં લખ્યું છે કે, ‘બંગાળના દૂરના વિસ્તારોમાં લોકો LED સ્ક્રીન દ્વારા અમિત શાહની વાત સાંભળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી ભાજપના પ્રયાસોનું આ પરિણામ છે. લોકોને સારા દિવસો જોઈએ છે.

આ વાઈરલ ફોટા ઉપર માત્ર વિપક્ષી નેતાઓ જ નહીં પરંતુ ટ્વિટર વપરાશકર્તાઓએ પ્રશ્નો કર્યા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા રાકેશ સચાને એક ટ્વિટમાં કહ્યું હતું કે, ભાજપ કોરોનાવાયરસથી અસરગ્રસ્ત ગરીબ અને મજૂરોને 7,500 રૂપિયા નથી મોકલી શકતી અથવા ઘરે પહોંચાડી શકતી નથી પરંતુ પ્રચાર માટે બધું જ કરશે.

આમ આદમી પાર્ટીએ પણ આ ફોટો શેર કરતાં લખ્યું હતું કે ‘વેન્ટિલેટરની જગ્યાએ એલઇડી સ્ક્રીનો લગાવી રહ્યા છે, દેશ ખરેખર બદલાઈ રહ્યો છે.’

ભાજપે મંગળવારે કહ્યું હતું કે, અમિત શાહની જનસંવાદ રેલી સફળ રહી હતી, આ રેલીને સમગ્ર પશ્ચિમ બંગાળમાં 2 કરોડથી વધુ લોકોએ જોયું હતું. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ દાવાને ‘વાસ્તવિકતા કઈક અલગ જ છે’ તેમ કહ્યું હતું.

અમિત શાહે દિલ્હીથી ભાજપના રાષ્ટ્રીય અભિયાન માટે જનસંવાદ રેલી સંબોધન કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ અભિયાનનું ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી પરંતુ આ અભિયાન અંતર્ગત બંગાળ અને બિહારમાં પહેલીવાર રેલીઓ યોજાઇ છે, આ બંને રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *