આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ, બચ્ચને એવું તો શું કર્યું હતું કે, લગ્ન કર્યા વગર જ માંગમાં ભરે છે સિંદુર

Published on Trishul News at 5:25 PM, Mon, 10 April 2023

Last modified on April 10th, 2023 at 5:25 PM

જ્યારે રેખા અને અમિતાભ બચ્ચનએ એકબીજાને દિલ આપ્યા હતા ત્યારે તેમને ખબર પણ ન હતી કે તેમની લવ સ્ટોરી તેમને કયા તબક્કે લઈ જશે, પરંતુ બંને ચોક્કસપણે આ પ્રેમને તેના અંત સુધી લઈ જવા માટે ઈચ્છશે. પરંતુ નસીબના કારણે આવું કઈ ન થઈ શક્યું. તે એક સમયે એ થયું જે  હાથની રેખાઓમાં લખાયું હતું, આ સંબંધ પણ ખતમ થઈ ગયો હતો, પણ પાછળ ઘણી વાતો છોડી ગઈ, જેનો  હજુ પણ ઘણો ઉલ્લેખ  થાય છે.

છેલ્લા 40 વર્ષથી અમિતાભ અને રેખાને કોઈએ સાથે જોયા નથી એ વાત પણ સાચી છે અને ન તો ક્યારેય બનેએ એકબીજા સાથે વાત કરી છે. રેખા અને અમિતાભ વચ્ચે મૌન દેખાય છે. 40 વર્ષ પહેલા સમાપ્ત થયેલો સંબંધ આજે પણ ચાલુ છે. રેખા અને અમિતાભ બંને એકબીજાની સામે આવતાં શરમાતા હોય છે અને ભૂલથી પણ સામે આવી જાય તો નજર ચોરી લે છે. અમિતાભ અને રેખા બંને વચ્ચે હવે માત્ર સંતાકૂકડીનો ખેલ જ દેખાય છે.

અમિતાભ અને રેખાના  પ્રેમની શરૂઆત કેવી રીતે થઈતે વિષે બધા લોકો જાણે જ છે, અગાવ તે વિષે ઘણી વાતો પણ થઇ ગઈ છે, તેમ છતાય ઘણા લોકોને સવાલ હતા કે આટલા પ્રેમમાં હોવા છતાં બંને કેવી રીતે અલગ થઈ ગયા. વાસ્તવમાં, એવું કહેવાય છે કે જયા બચ્ચને તેના અને અમિતાભના સંબંધને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા અને જયાએ  સ્પષ્ટ પણ કરી દીધું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં અમિતાભને છોડશે નહીં.

ત્યારે અમિતાભનો પણ એક પરિવાર હતો. અમિતાભ રેખાને ખૂબ ચાહતો હતો પરંતુ કોઈ પણ સંજોગોમાં પોતાના પરિવારને છોડવા તૈયાર નહોતો. કારણ કે તે સમયે અમિતાભ માત્ર પરિણીત જ નહોતો પરંતુ બે બાળકોનો પિતા પણ બન્યો હતો. તેથી અમિતાભ કોઈપણ સંજોગોમાં તેના પરિવારને છોડી શકે નહીં. અમિતાભે પોતાની ફરજને સારી રીતે સમજીને ખા સાથેના સંબંધોને ખતમ કરવાનો નિર્ણય લીધો હતોં ને આ લવ સ્ટોરીની પ્રક્રિયા અહીં જ પૂરી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ, બચ્ચને એવું તો શું કર્યું હતું કે, લગ્ન કર્યા વગર જ માંગમાં ભરે છે સિંદુર"

Leave a comment

Your email address will not be published.


*