80 માં વર્ષમાં પ્રવેશ કર્યા બાદ મહાનાયક અમિતાભ બચ્ચને સોસિયલ મીડિયા પર કર્યો ચોંકાવનાર ખુલાસો

Published on: 2:30 pm, Tue, 12 October 21

બોલીવૂડ (Bollywood) નાં શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નાં 79 માં જન્મદિવસ (Birthday) ની ગઈકાલે ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ શુભ અવસરે તેમના શુભેચ્છકો તેમને સોશ્યલ મીડિયા પર ખુબ વિશ કરી હતી. આપને અમે આજ કેટલીક અંગત વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ચોકલેટ અને પેસ્ટ્રી ક્યારેય ખાતા નથી:
તેમના ફેન્સ પણ કેટલીકવાર એમના ઘરની બહાર ભેગા થતા હોય છે. આ દરમિયાન તેમણે પોતાની તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી તેમજ આ પોસ્ટમાં પોતાની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખભા પર સ્લિંગ બેગ સાથે આ તસવીરમાં તેઓ ચાલતા જોવ મળી રહ્યા છે.

આની સાથે જ આ ફોટોમાં અમિતાભ બચ્ચન લાઇટ ગ્રે જેકેટ તેમજ ડાર્ક ગ્રે ટ્રાઉઝર પહેરેલા જોવા મળી રહ્યા છે તેમણે આ તસવીરને 79 વર્ષ પછી આવતા વર્ષે 80માં વર્ષ સાથે જોડતાં લખ્યું છે કે, 80 તરફ આગળ વધતાં… આમ તેઓ ખુબ ચર્ચાનો વિષય બન્યા હતા.

અમિતાભે ટ્વિટર પર પણ તેને શેર કરીને પોતાની વધતી જતી ઉંમરને ખાસ અંદાજમાં રજૂ કરી છે. તેઓ લખે છે કે, ‘જબ સાઠા (૬૦) તબ પાઠા, જબ અસ્સી (૮૦) તબ લસ્સી… ‘ આ રૂઢિપ્રયોગ મારફતે અમિતાભે પોતાની વૃદ્ધાવસ્થાને નકારી છે. હવે 79ના વર્ષમાં મહાનાયકની સક્રિયતા તેમની કેપ્શનને પણ યોગ્ય સાબિત કરે છે.

અમિતાભ બચ્ચનની આ પોસ્ટને અનેકવિધ શુભેચ્છાઓ મળી છે. અમિતાભની પૌત્રી નવ્યા નવેલી, ભૂમિ પેડનેકર તથા રણવીરસિંહ સહિત કેટલાક લોકોએ અમિતાભ બચ્ચનની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. રણવીરસિંહે ‘ગેંગસ્ટર’ ટિપ્પણી કરી છે.  ભૂમિ પેડનેકરે પણ બિગ બીને શુભેચ્છા પાઠવી છે તેમજ લખ્યું છે, જન્મદિનની શુભેચ્છાઓ સર.

આજે પણ ફિલ્મોમાં અથવા તો જાહેરાતોમાં અમિતાભ બચ્ચન ખુબ કામ કરી રહ્યા છે, અમિતાભ બચ્ચનની ફિટનેસનું રહસ્ય એ છે કે, તેઓ પોતાની હેલ્થને લઈ ખુબ ગંભીર છે. અમિતાભ બચ્ચન હેલ્થનું સંપૂર્ણપણે ધ્યાન રાખે છે. અમિતાભ બચ્ચન ન ફક્ત કસરત કરે છે પણ ડાયટિંગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

અમિતાભ બચ્ચને તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ ચોકલેટ તથા પેસ્ટ્રી ખાવાનું ટાળતા હોય છે. તેઓ ચોકલેટ તેમજ પેસ્ટ્રી બિલકુલ ખાતા નથી. આ વસ્તુઓમાં ચરબી અને કેલરી હોવાથી તેમજ તેમાં અનેક ફ્લેવર્સનો પણ ઉપયોગ કરવામાં આવતો હોવાથી સ્વાસ્થ્ય માટે બિલકુલ સારાં હોતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.