અમરેલીના મહિલા PSIએ લાંચમાં માંગ્યુ મીતાશી કંપનીનું AC, અન્ટી કરપ્શન બ્યુરોએ પકડી પાડ્યાં

Published on: 10:27 am, Sat, 9 February 19

અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા એક મહિલા પોલિસ-સબ ઇન્સ્પેક્ટર લાંચમાં એરકન્ડિશન (AC) લેતા અન્ટી કરપ્શન બ્યુરોનાં હાથે ઝડપાઇ ગયા હતા.

લાંચમાં મીતાશી કંપનીનું માંગ્યુ હતું AC

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ચેતનાબેન મોહનભાઇ કણસાગરા, (ઉ.વ.૪૦) મહિલા પો.સ.ઇ. વર્ગ-૩, વંડા પોલિસ સ્ટેશન (તા.સાવરકુંડલા, જી.અમરેલી)એ ફરિયાદી પાસેથી લાંચમાં મીતાશી કંપનીનું રૂપિયા 27,000નુ એરકન્ડિશનર માંગ્યુ હતું. આ એસી તેમણે તેમના ઘરમાં ફીટ કરાવ્યું હતું.

એસીબીએ લાંચ સ્વરૂપે સ્વીકારેલું- મીતાશી કંપનીનું એરકન્ડીશનર કી.રૂ.૨૭,૦૦૦/- તથા તેનુ ફરીયાદીનાં નામનુ બીલ કબ્જે કર્યુ હતું. આ ટ્રેપ આજે શનિવારે થઇ હતી.

વિગત એવી છે કે, આ કામનાં ફરીયાદી વિરૂધ્ધ સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૬ મુજબનો ગુન્હો દાખલ થયેલો હતો.. તેમાં તેઓને અટક કરેલા તે વખતે તેમની રીમાંડ નહી લેવા મુદામાલ કબજે નહી લેવા તથા બીજી હેરાનગતી નહી કરવા માટે જે તે વખતે રૂ.૭૫,૦૦૦/-ની ગે.કા. લાંચની રકમ લીધેલી અને હજુ પણ આ કેસમાં તેઓને મદદ કરવા અને ભવિષ્યમાં હેરાનગતી નહી કરવા માટે ફરીયાદી પાસે લાંચ સ્વરૂપે એ.સી.(એર કન્ડીશનર) ની વારંવાર ફોન ઉપર માંગણી કરી હતી અને શનિવારે કિંમત.રૂ.૨૭,૦૦૦/-નુ એ.સી. (એરકન્ડીશનર) પોતાના ઘરે ફરીયાદી પાસેથી પંચ-૧ ની હાજરીમાં સ્વીકારતા પકડાઇ ગયા હતા.

આ કેસનાં ટ્રેપીંગ અધિકારી સી.જે.સુરેજા, પોલીસ ઈન્સ્પેક્ટર (એ.સી.બી.રાજકોટ તથા રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય ની ટીમ) દ્વારા ગોઠવવામાં આવી હતી.