ગૌશાળાની ગાયો ની રક્ષા માટે ડાલામાથ્થા સાથે બાથ ભીડી આ ખેડૂતે- જુઓ રોમાંચક વિડીયો

ગીરના જંગલમાંથી રોજ સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે.જેમાં સિંહોને લટાર,સિંહ શિકાર,સિંહ પરિવારના અનેક વિડિયો સામે આવતા હોય છે પરંતુ અમરેલીના ખાંભા માંથી એક વીડિયો…

ગીરના જંગલમાંથી રોજ સિંહોના વીડિયો વાયરલ થતા હોય છે.જેમાં સિંહોને લટાર,સિંહ શિકાર,સિંહ પરિવારના અનેક વિડિયો સામે આવતા હોય છે પરંતુ અમરેલીના ખાંભા માંથી એક વીડિયો સામે આવ્યો છે.જેને જોઇને તમે પણ વાહ પોકારી જશો.પોતાની ગાયો ને સિંહનો શિકાર થતી બચાવવા માટે એક વ્યક્તિ સિંહની સામે આવી ગયો હતો. ડરીયા વગર એને સિંહ નો સામનો કર્યો અને પોતાની ગાયોને બચાવી હતી.

ઘટનામાં બન્યું એમ હતું કે ખાંભાના મોટા બારમાણ મા ગૌશાળા આવેલી છે. આ ગૌ શાળામાં અચાનકથી સિંહ આવી ચડયો હતો.મોટા બારમાણ ગૌશાળામાં 15 ફૂટની દીવાલ કૂદીને સિંહ અંદર આવી ગયો હતો.ત્યારે પહેલાં તો બધી ગાયો ભાગી ગઈ હતી,ત્યારે સિંહ પણ તે દિશામાં આગળ જઈ રહ્યો હતો.ત્યારે ગૌશાળા ના સંચાલક દેવશીભાઈ વાઢેર આવી ચડયા હતા અને સિંહ સામે બાથ ભીડી હતી.

દેવશીભાઈ ડર્યા વગર સિંહ સામે લાકડીનો છુટો ઘા કરીને વાછરડાને બચવાનો પ્રયત્ન કર્યો હતો. આ ક્ષણે સિંહ અને દેવશીભાઈ વચ્ચે ઝાઝુ અંતર ન હતું,સિંહ આસાનીથી તેમનો શિકાર કરી શકતો હતો. તેમ છતાં દેવશી ભાઈ ડરીયા નહીં, પણ તેમની હિંમત જોઈને સિંહે પીછેહટ કરી હતી.

આમ, ગાયો બચાવવા ગૌશાળા સંચાલકે સિંહ સામે પ્રતિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના ગૌશાળા ના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે, દેવશીભાઇ વાઢેર ગોશાળા સંચાલક હોવાની સાથે હાલ મોટા બારમણ ના સરપંચ પણ છે.તેમણે ગૌ શાળાના સંચાલક હોવાને નાતે ગાયોને બચાવવા પોતાની ફરજ ગણાવી હતી. આ ડાલામથ્થો સિંહ સામે બાથ ભીડી અને તેઓએ ગાયોનો નવજીવન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *