રૂપવાન યુવતીએ લગ્નનું નાટક કરી એટલા રૂપિયા પડાવ્યા કે અમરેલીના આ યુવાનના તો મોતિયા મરી ગયા

Published on: 5:48 pm, Tue, 4 May 21

હાલમાં એક એવો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીના યુવાન સાથે લગ્નનું નાટક કરીને રૂપિયા 1.90 લાખ પડાવી લેતા જૂનાગઢના ડુંગરપુર ગામની માતા પુત્રી તથા જૂનાગઢના વચેટીયા સહિત 4 લોકો સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે અમરેલીના જેસિંગપરા વિસ્તારમાં રહેતા અને કુરીયર ડિલિવરીનું કામ કરતા 29 વર્ષીય યુવાન ચિરાગ ભુપતભાઈ ગોહિલે પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અમરેલીમાં રહેતા શૈલેષભાઈ દામાણીએ તેને જૂનાગઢના એક વચેટીયા તરીકે કામ કરતા જેતુભાઈ વાંદાનો સંપર્ક કરાવ્યો હતો અને તેણે જૂનાગઢના કાળવા ચોકમાં મળવા માટે બોલાવ્યા હતા.

ત્યારબાદ છોકરી ડુંગરપુર ગામની હોવાથી ડુંગરપુર ગામે આવવા માટે કહ્યું હતું. જૂનાગઢના ડુંગરપુરમાં રહેતી મધુબેન અમૃતભાઈ કુંવરીયા અને તેની પુત્રી રાધિકા સાથે મુલાકાત થઈ હતી ત્યારબાદ લગ્નનું નક્કી થયું હતું. આ માટે અમુબેને રૂપિયા 1.90 લાખની રકમ લીધી હતી. બાદમાં જૂનાગઢમાં લગ્ન અંગેનું લખાણ કરવામાં આવ્યું હતું. તે પછી અમરેલીમાં બાલાજી હનુમાન પાસે બન્નેએ ફોટા પણ પડાવ્યા હતા.

લગ્નના થોડાક દિવસોમાં જ રાધિકા કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી અને તેની માતા તથા જૂનાગઢના વચેટીયાનો સંપર્ક સાધતા તેણે રાધિકા હવે ક્યારેય નહીં આવે તેમ કહીને ગાળો આપી હતી તેમજ ક્યારેય પણ તેડવા ન આવવા કહ્યું હતું અને પૈસા પણ પરત આપ્યા નહોતા. આ અંગે ભોગ બનેલા યુવાનની ફરિયાદ પરથી અમરેલી સીટી પોલીસ દ્વારા ચારેય સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.