ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

અમુલે કોરોના વચ્ચે ખવાય તેવો હળદરનો આઈસ્ક્રીમ લોન્ચ કર્યો, જે રોગ-પ્રતિકારક શક્તિમાં કરશે અધધ વધારો

કોરોના મહામારી આવ્યા પછી રોગ-પ્રતિકારક શક્તિ વધારતા ઉત્પાદનોની માંગ ખુબ વધી છે. આ વાતને ધ્યાનમાં લઈને ‘ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને’ એટલે કે GCMMF એપ્રિલથી આજ સુધીમાં ઇમ્યુનિટી વધારતી પ્રોડક્ટની જ કેટેગરી વિકસાવી છે, તેમજ તેમાં પણ સતત નવી પ્રોડક્ટ જ લોન્ચ કરી છે.

હવે અમુલે પણ ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં વિકસાવી છે. અમૂલે પહેલી વખત હળદર, મરી, મધ તેમજ ખજૂરનાં ગુણ ધરાવતો ‘હલ્દી આઈસક્રીમ’ ને લોન્ચ કર્યો છે.

અમૂલનાં મેનેજીંગ ડિરેક્ટર R.S. સોઢીએ જણાવ્યું હતું કે, સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત ઘણી પધ્ધતિઓ દ્વારા હળદરને તંદુરસ્તી વધારવા માટે તાજા તેમજ સૂકા મસાલા પાવડર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. દૂધ તો પહેલાથી જ શક્તિવર્ધક છે.

અમે પણ આ બંનેનો સમન્વય કરીને વિશ્વનો સૌપ્રથમ હળદરનાં સ્વાદનો આઈસક્રીમ લોન્ચ કર્યો છે. આ ‘હલ્દી આઈસક્રીમ’ને ઉત્તર તેમજ પશ્ચિમ ભારતનાં દૈનિક કુલ 5 લાખ પેકની ક્ષમતા ધરાવનાર અદ્યતન ઉત્પાદન એકમમાં જ પેક કરવામાં આવ્યો છે.

આ આઈસક્રીમ એ કુલ 125 ml નાં કપ પેકીંગમાં માત્ર 40 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. આ રેન્જને આગળ વધારવા માટે અમૂલ હળદર, આદુ તેમજ તુલસીનો સમન્વય ધરાવતો સ્વાદિષ્ટ ટ્રાય-કલર આઈસક્રીમ ઈમ્યુનો ચક્ર આઈસક્રીમની કુલ 60 ml ની સ્ટીક પણ ટૂંક જ સમયમાં આવશે.

આની ઉપરાંત અમૂલ દ્વારા કુલ 200 ml નાં કેનમાં સ્ટાર અનીસ દૂધની પણ રજૂઆત કરવામાં આવશે. વિશ્વનાં તમામ ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્કનો વિકલ્પ પૂરો પાડવા માટે અમૂલે પણ રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા પીણાંની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ તેમજ અમૂલ અશ્વગંધા દૂધ પણ રજૂ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: