વડોદરામાં એકના એક દીકરાનું મોત થતા આઘાતમાં સરી પડેલ માતાએ પણ લીધા અંતિમ શ્વાસ

ગુજરાત: વડોદરા (Vadodara) માં આવેલ કોયલી (Koyli) માં રસ્તો ઓળંગી રહેલા 53 વર્ષીય આધેડને રસ્તો ઓળંગતી વખતે પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરે ટક્કર મારી હતી…

ગુજરાત: વડોદરા (Vadodara) માં આવેલ કોયલી (Koyli) માં રસ્તો ઓળંગી રહેલા 53 વર્ષીય આધેડને રસ્તો ઓળંગતી વખતે પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરે ટક્કર મારી હતી કે, જેમાં ટ્રેલરનું ટાયર ફરી વળતાં તેઓનું ઘટનાસ્થળ પર જ મોત (Death on the spot) થયું હતું. દીકરાનાં માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર સાંભળતાં 80 વર્ષીય માતાને પણ આઘાત લાગતાં તેઓનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે શહેર પાસેના કોયલી રિફાઇનરી રોડ પરની રામવાટીકામાં 53 વર્ષીય કનુભાઈ ચીમનભાઈ ભટ્ટ રહેતા હતા. એમની 80 વર્ષીય માતા હાલમાં ગોરવામાં રહેતા નાના ભાઈ જીતેન્દ્રને ત્યાં રહેતા હતા. કનુભાઈ છેલ્લાં 10 વર્ષથી નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા.

ગુરુવારની રાતે તેઓ તેમની પૌત્રી માટે નાસ્તો લઈને સામે મિત રિટ્રેટ સોસાયટીમાં તેમનાં દીકરા હિમાંશુને ત્યાં જઈ રહ્યા હતા. આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે પુરઝડપે આવી રહેલ એક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી કે, જેમાં ટ્રેલરના ટાયર ફરી વળતાં કનુભાઈનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

આ ઘટના સંદર્ભે ઘટનાસ્થળ પર ખુબ મોટી સંખ્યામાં લોકોના ટોળે-ટોળા ભેગા થયા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે જ તેમના પરિજનો પણ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. કનુભાઈના દીકરા હિમાંશુએ ઘટનામાં પિતાના મોતની જાણ કાકા જીતેન્દ્રભાઈને ત્યાં રહેતાં દાદી ચંપાબેનને કરી હતી.

દીકરાના અવસાનથી આઘાત લાગતાં તેઓનું પણ અવસાન થયું હતું. ભટ્ટ પરિવારે એક જ દિવસમાં પિતા તથા દાદીને ગુમાવતાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટના સંદર્ભે જવાહરનગર પોલીસ દ્વારા બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *