83 વર્ષીય વૃદ્ધાને ભોળવીને લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર આરોપીની અટકાયત

અમદાવાદ(ગુજરાત): 83 વર્ષના એક વૃદ્ધા સાથે ઈસનપુરમાં ઠગાઈ થય હોવાનો બનાવ જોવા મળ્યો છે. આ ઘટનાએ વૃદ્ધાના જ સગાસંબંધીએ ઠગાઈ કર્યાની જાણ સાયબર ક્રાઇમને થતા…

અમદાવાદ(ગુજરાત): 83 વર્ષના એક વૃદ્ધા સાથે ઈસનપુરમાં ઠગાઈ થય હોવાનો બનાવ જોવા મળ્યો છે. આ ઘટનાએ વૃદ્ધાના જ સગાસંબંધીએ ઠગાઈ કર્યાની જાણ સાયબર ક્રાઇમને થતા તેમને આરોપીની અટકાયત કરી છે. સાયબર ક્રાઈમમાં ઇસનપુરમાં રહેતી વૃદ્ધાએ ફરિયાદ કરી હતી કે, તેના એકાઉન્ટમાંથી 8.85 લાખ રૂપિયા તેના જ ઘરઘાટીના મિત્ર તુષાર કોષ્ટિએ ભોળવીને ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી.

મળતી માહિતી અનુસાર, સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે તુષારને ઝડપી પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તુષાર ધોરણ 10 માં ફેલ થયો છે અને iti અને ઓટો મોબાઈલ કોર્ષ કરેલ છે. જેથી તેણે યુક્તિ રચીને વૃદ્ધાના ઘરઘાટી સાથે મિત્રતા કેળવી અને બાદમાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરી હતી. ત્યારબાદ પોલીસે ફરાર તુષારને  પકડી પાડ્યો હતો. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીએ નાણાંનો ઉપયોગ ક્યાં કર્યો છે.

નોંધનીય એ છે કે, સરકારી નોકરી કરતા પતિનું મરણ થતા વૃદ્ધાને પેંશના નાણા મળ્યા હતા. જેની ઠગાઈ થતા વૃદ્ધાના પગ નિચેથી જમીન ખસી ગઈ હતી. જોકે સમગ્ર મામલે આરોપીને પોલીસે પકડી લીધો છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી નાણાં રિકવર કરવા પણ કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસ આરોપી સાથે અન્ય કોઈ મળેલ છે કે કેમ અને કોઈ ગુનામાં આરોપી પહેલા પણ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *