માં મારો તો શું વાંક?: વડોદરામાં હજુ તો નવજાત બાળકીની આંખો પણ નહોતી ખુલી ત્યાં નિષ્ઠુર માતાએ ગટરની બાજુમાં ત્યજી દીધું

વડોદરા(ગુજરાત): રાજ્યમાં અનેક વખત માતા પોતાની જ બાળકીને તરછોડી દેવાના બનાવો સામે આવતા હોય છે. તેવામાં વડોદરા(Vadodara)માંથી પણ એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના…

વડોદરા(ગુજરાત): રાજ્યમાં અનેક વખત માતા પોતાની જ બાળકીને તરછોડી દેવાના બનાવો સામે આવતા હોય છે. તેવામાં વડોદરા(Vadodara)માંથી પણ એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના છાણી કેનાલ રોડ(Chhani Canal Road) પર ગટરની બાજુમાં તરછોડાયેલુ નવજાત બાળક(Abandoned newborn baby) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નવજાત શિશુ(Newborn infant)ના રડવાનો અવાજ સાંભળી લોકોના ટોળા ત્યાં એકત્ર થવા લાગ્યા હતા. રાહદારીઓએ આ અંગે 108 એમ્બ્યુલન્સ(Ambulance) તથા પોલીસ(Police)ને જાણ કરતા તાત્કાલિક ધોરણે તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બાળકને સારવાર માટે સયાજી હોસ્પિટલ(Sayaji Hospital)માં લઇ જવામાં આવ્યું હતું. ફતેગંજ પોલીસે (Fatehganj police)અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરના સમા વિસ્તારના સાહઆલમ સોસાયટીના રહેવાસી અને ડ્રાઈવિંગનું કામ કરતા પરેશભાઈ રૂપાભાઇ મુનિયાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની હતી. ફરિયાદમાં તેમને જણાવ્યું હતું કે, ટેમ્પો લઈને તેઓ તેમના ઘરેથી નીકળ્યા હતા. લગભગ સાડા આઠ વાગે પંચમ હાઈટ પાસે છાણી કેનાલ રોડ ઝુપડપટ્ટીના નાળા પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા. ત્યારે લોકોનું ટોળું એક જગ્યાએ એકત્ર થયેલુ જોવા મળ્યું હતું. તેથી તેને ત્યાં જઈને જોયું તો નાળાની ગટરની બાજુમાં કપડામાં વિટળાયેલું એક નવજાત જન્મેલું બાળક હતું.

નવજાત બાળક વહેલી સવારે મળી આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કપડામાં વિટાળેલા બાળક પર કીડીઓ ચડી જતા તેને તાત્કાલિક પોલીસની મદદથી સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બાળક સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

પોલીસએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરના છાણી કેનાલ પાસે કોઇ અજાણ્યું વ્યક્તિ એક નવજાત બાળકને ત્યજીને ભાગી ગયું હતું. ત્યાંથી પસાર થતા લોકોને સવારમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તેથી લોકોએ બાળકની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન તેઓને કપડાંમાં વીટાળેલું એક નવજાત બાળક મળ્યું હતું. બાળક પર કીડીઓ કરડવાથી બાળક સતત રડી રહ્યું હતું.

નવજાત શિશુ જીવિત હતું અને તેને કોઈ અજાણયી સ્ત્રી અસુરક્ષિત જગ્યાએ છોડીને ચાલી ગઈ હતી. આ બાબતે પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે 108 એમ્બ્યુલન્સ પણ આવી જતા બાળકને સારવાર માટે એસ.એસ.જી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ફતેગંજ પોલીસે આ અંગે બાળકને ત્યાજી દેવાનો ગુનો નોંધી તેના માતા-પિતાની શોધખોળ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *