બેફામ ચાલતા ડમ્પરે લીધા 3 માસુમોનો ભોગ: કોરોના પોઝિટિવ દર્દીને અમદાવાદ લઇ જતી એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ 

Published on: 3:11 pm, Sun, 18 April 21

આજકાલ અકસ્માતની અનેક ઘટનાઓ સમેઆવી રહી છે આ દરમિયાન ફરી વર એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં આજે ત્રણ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં મોરબીથી અમદાવાદ કોરોનાની સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઇ રહેલા પિતા-પુત્ર અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી અને આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મોરબી ખાતે રહેતા અલીમોહમ્મદ ભાઈ અબ્બાસી ઉંમર 78 જેઓ કોરોનાથી સંક્રમિત થતા મોરબીથી એમ્બ્યુલન્સમાં તેઓ અને તેમનો દીકરો અને દીકરાની વહુ અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ચાર લોકો અમદાવાદ જઈ રહ્યા હતા.

આ દરમિયાન બપોરના ત્રણ વાગ્યાની આસપાસ હળવદ-મોરબી રોડ પર આવેલા સુંદરગઢ ગામ નજીક હળવદ તરફથી આવતા ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ અલીમોહમ્મદભાઈ અબ્બાશી અને તેમનો દીકરો યાસીનભાઈ અબ્બાસી તેમજ એમ્બુલન્સ ચાલક જીતુભાઈ મુન્નાભાઈ ઝાલા સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્ય હતા.

એમ્બ્યુલન્સમાં સવાર રેહાના બેન યાસીનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ પોલીસને થતા પી.આઈ પી.એ દેકાવાડીયા, પીએસઆઇ પી.જી પનારા, રાધિકા રામાનુજ, ચરાડવામાં જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યા હતાં અને મૃતકની લાશને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને હાલમાં જાણવા મળ્યું છે કે, ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.