પુરપાટ ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે વિશાળ એસ્ટરોઇડ, જાણો કેટલું નુકશાન થઇ શકે છે?

Published on Trishul News at 11:43 AM, Sat, 17 October 2020

Last modified on October 17th, 2020 at 11:43 AM

અમેરિકા દેશ સ્પેસ એજન્સી નાસાનો એક વિભાગ પૃથ્વીની પાસેથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટરોઇડની સંશોધનની નોંધ રાખે છે જેમાં પહેલાં પસાર થયેલા અથવા આવનાર સમયમાં આવનારા પીંડ અંગેની માહિતી રાખે છે. નાસા માને છે કે, આગામી ૧૦૦ વર્ષમાં ૨૨ જેટલાં એસ્ટરોઇડસ છે જે પૃથ્વીને ટકરાઇ શકે તેવી શકયતા છે. ૧૭ ઓકટોબર ૨૦૨૦ ટીકે 3 નામનો એસ્ટરોઇડ પૃથ્વી પાસેથી પસાર થશે.

આમાં પૃથ્વીને નુકશાન થવાની કોઈ શક્યતા રહેલી નથી…
જો કે આ લઘુગ્રહનું પૃથ્વીથી ચંદ્રમાં જેટલું અંતર હશે. લુનાર ડિસ્ટન્સ આમ તો સ્પેસમાં વધુ ન ગણાય છતાં પણ પૃથ્વીને નુકસાન થવાની કોઇ શકયતા રહેલી નથી. આ લઘુગ્રહની લંબાઇ ખાલી 11 મીટર છે આથી માનો કે, ટકરાય તો પણ વાયુમંડળમાં ઘર્ષણ ઉર્જાથી બળી જશે.

જો કે આનું પૃથ્વીથી પાસેનું અંતર જોતા પૃથ્વી પાસે (નીઓ)ની શ્રેઁણીમાં રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પૃથ્વી બાદ મર્કયૂરી તેમજ વીનસ બાજુ જઇને પૃથ્વીનાં પાછળનાં ભાગમાં પસાર થશે તેમજ ત્યાર બાદ મંગળ ગ્રહ બાજુ જતો રહેશે. આ એસ્ટરોઇડની દર કલાક ૪૦ KMની ઝડપ છે જે ખાલી 1 કલાકમાં જ પૃથ્વી પાસેથી પસાર થઇને આગળ નિકળી જશે.

લાખો વર્ષ અગાઉ આવી જ એક ઘટનાથી ડાયનાસોરનું નિકંદન નીકળ્યું હતું…
આમ તો આ એક ખગોળીય ઘટના છે, જે સદીઓથી બનતી આવે છે પણ લાખો વર્ષ અગાઉ પૃથ્વી ઉપર રહેતા ડાયનાસોરનું નિકંદન પૃથ્વી સાથે લઘુગ્રહ ટકરાવાથી થયું હતું એવી થિયેરી બાદ લઘુગ્રહ અંગેનાં સંશોધન તેમજ ભ્રમણમાં સાધારણ માનવીઓનો પણ રસ વધ્યો છે.

લઘુગ્રહ એ કોઇ મોટા ગ્રહની જ ચટ્ટાન હોય છે જે સૂર્યને ફરતે ભ્રમણ કરે છે. સોલાર સિસ્ટમમાં વધુ સંખ્યામાં લઘુગ્રહ મંગળ, ગુરુ તેમજ જુપીટરનાં ભ્રમણ કક્ષાવાળા બેલ્ટમાં જોવા મળે છે. એવું  પણ માનવામાં આવે છે કે, ૪.૫ અબજ વર્ષ અગાઉ સોલાર સિસ્ટમનો ઉદ્ભવ થયો તે સમયે ગેસ તેમજ ધૂળથી બનેલા વાદળો ગ્રહનાં સ્વરૂપમાં આવી શકયા ન હતા એ પચીઓ સમય જતાં ચટ્ટાનોમાં પરીવર્તિત થઇ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "પુરપાટ ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે વિશાળ એસ્ટરોઇડ, જાણો કેટલું નુકશાન થઇ શકે છે?"

Leave a comment

Your email address will not be published.


*