હનીટ્રેપનો શિકાર બનેલ સુરતના શિક્ષિત યુવાનના આપઘાત કરવા મજબૂર કરનાર રૂપસુંદરી નહિ, પણ રૂપ સુંદરો નીકળ્યો

સુરત(Surat): સોશિયલ મિડીયા(Social media)ના વધતા વ્યાપ વચ્ચે લોકો માટે બોધરૂપ સમાન ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઉગત-ભેંસાણ રોડ(Ugat-Bhensan Road) સ્થિત મેડીકલ કોલેજ નજીક રહેતા…

સુરત(Surat): સોશિયલ મિડીયા(Social media)ના વધતા વ્યાપ વચ્ચે લોકો માટે બોધરૂપ સમાન ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઉગત-ભેંસાણ રોડ(Ugat-Bhensan Road) સ્થિત મેડીકલ કોલેજ નજીક રહેતા આશાસ્પદ યુવાને શ્રેયા097 નામના ઇન્સ્ટાગ્રામ આઇડી(Instagram ID) ધારક સાથે નગ્ન અવસ્થામાં થયેલી બિભત્સ વાતચીત વાળો વિડીયો(Nasty video) વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોંધાયો હતો. ત્યાર બાદ સાયબર પોલીસે હરિયાણા(Haryana)થી એક આરોપી ની ધરપકડ કરી છે.

સુરતના મૂળ ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષના યુવકે 31મી ઓકટોબરે મોડીરાતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જયારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. જેમાં યુવક સાથે શ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવવામાં આવ્યો હતો.જાણો કેવી રીતે યુવતીએ યુવકને ફસાવ્યો હતો યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી અને બ્લેકમેલ કરી 20 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા હતા.

વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવક માનસિક રીતે તણાવમાં મુકાઇ ગયો હતો અને તેણે ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. જોકે વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી તેમ છતાં પણ વધુ રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી અને અંતે આપઘાત કરી લીધો હતો.સમાજમાં અને પરિવારમાં બદનામીના ડરે યુવકે 31મી ઓકટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર રૂપિયા, 2.26 વાગ્યે બીજા 5 હજાર રૂપિયા તેમજ 2.29 વાગ્યે 10 હજાર રૂપિયાનીની રકમ મળી કુલ 20 હજાર જેટલા રૂપિયાની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર રૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી જેને લીધે કંટાળીને અંતે યુવકે આપઘાત કરી લીધો હતો.

આ બાબતે પોલીએ ગમભીરતા થી લઈ પોલીસે સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો ટ્રાન્સફર કરી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ટેક્નિકલ ના આધારે હરિયાણા થી એક યુવક ની ધરપકડ કરી આ લોકો એક આખી મોડેન્ટ્સ ઓપરેટિવ કરી રહ્યા છે જેના આધારે તપાસ કરી તો આ પણ મૂળ ત્યાં થી આવતા એક વ્યક્તિ ની મૂળ હરિયાણા ના સાબદ ખાન સાબસ જાન ની ધરપકડ કરી બે મોબાઈલ કબ્જે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *