દાહોદ: ઓઈલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા પાછળ આવતી બે ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત

દાહોદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં દાહોદ(Dahod) તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે(Indore-Ahmedabad National Highway) પર…

દાહોદ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં દાહોદ(Dahod) તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે(Indore-Ahmedabad National Highway) પર ઓઇલ(Oil) ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. જેના કારણે ટેન્કર પાછળ આવી રહેલી બે ગાડી વચ્ચે પણ અકસ્માત સર્જાયો હતો.

જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. ટેન્કરમાં પલ્ટી મારી જતા તેમાં ભરેલુ ઓઇલ હાઇવે પર ઢોળાઈ ગયું હતું. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ એક તરફનો હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. થોડી વાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, દાહોદ તાલુકાના જેકોટ ગામે દાહોદથી ગોધરા તરફ જતું ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું.

જાણવા મળ્યું છે કે, પાછળથી આવતી હ્યુન્ડાઇ વેરના ગાડી તેમજ જીપ કંપનીની કંપાસ ગાડીની પણ એકબીજા સાથે ટક્કર થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે, હાઈવે ઉપર ઓઇલ ઢોળાતા થોડાક સમય માટે એક તરફનો હાઇવે બંધ કરવો પડ્યો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *