અ’વાદમાં બેકાબુ AMTS બસે ત્રણ વાહનોને દડાની જેમ ફંગોળ્યા- CCTV જોઈને કહેશો ‘નશામાં બસ ચલાવે છે કે શું?’

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટની અમદાવાદ શહેર માંથી સામે આવી છે. અમદાવાદ શહેરમાં રૂવાડા ઉભા…

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટની અમદાવાદ શહેર માંથી સામે આવી છે. અમદાવાદ શહેરમાં રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની એક ઘટના સામે આવી રહી છે. AMTS બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના અમદાવાદમાં સર્જાય છે. હાલ આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અકસ્માત શહેરમાં આવેલા વિશાલા સર્કલ નજીક આ અકસ્માતની ઘટના સર્જાય હતી. વિશાલા સર્કલ પાસે બેકાબુ AMTS બસ ચાલકે અનેક વાહનોને અડફેટેમાં લીધા હતા. પૂરપાર ઝડપે આવતી AMTS બસે સર્કલ પાસે ઉભેલા અનેક વાહનોને જોરદાર ટક્કર મારી હતી. બસ ચાલકે જીપ, કાર અને રિક્ષા સહિતના વાહનોને ખુબજ જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા ફૂટબોલની જેમ હવામાં ફંગોળ ફાંગોળાયને જમીન પર પડી હતી. આ અકસ્માતની ઘટનામાં બે લોકો ખુબજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતની ઘટના સર્જાયા બાદ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માતના આ સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કેટલાક વાહનો રોડ પર ઉભેલા છે અને આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતી એક બસે રસ્તા પર ઉભેલા તમામ વાહનોને જોરદાર ટક્કર મારે છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનો ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટના બસ ચાલકની બેદરકારીના કારણે સર્જાય છે તેમ કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતની ઘટનાનો વિડીયો હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોઇને લોકોમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઇને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *