બેકાબુ થયેલુ ચીનાઓનું રોકેટ પાછું પૃથ્વી તરફ આવી રહ્યું છે, જાણો ક્યાં ટકરાશે?

Published on Trishul News at 5:41 PM, Fri, 7 May 2021

Last modified on May 7th, 2021 at 6:05 PM

US ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તે ચાઇનીઝ લોંગ માર્ચ 5 બી રોકેટને શોધી રહ્યું છે જે નિયંત્રણ બહાર થઇ ગયું છે અને આ સપ્તાહમાં પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે. ચાઇનીઝ લોંગ માર્ચ 5 બી રોકેટ પાછલા અઠવાડિયે તેમના અંતરિક્ષ સ્ટેશનના “કોર મોડ્યુલ” ના એક ભાગને લઈને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઇ ગયુ હતું.

પરંતુ તે મિશન પૂર્ણ થયા પછી, રોકેટ પૃથ્વી તરફ પરત ફરતી વખતે આ રોકેટ પોતાના નિયત રસ્તા કરતા અલગ રસ્તે ચડ્યું છે. તે સ્પષ્ટ નથી કે 30-મીટર લાંબુ આ રોકેટ કેવી રીતે નીચે આવશે અને તે બરાબર ક્યાં ઉતરશે.

ચીનના લોન્ગ માર્ચ ફાઈવ બી નામના રોકેટની પહેલી તસવીર ઈટાલીના વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ દ્વારા બહાર  પાડવામાં આવી છે. જેમાં રોકેટનો ચમકદાર ભાગ જોઈ શકાય છે. એવુ મનાઈ રહ્યુ છે કે, રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર પડી શકે છે.

સમગ્ર દુનિયાની સ્પેશ એજન્સીઓ આ રોકેટના લોકેશનને ટ્રેક કરી રહી છે. આ બેકાબુ રોકેટ ધરતી પર પડે એ પહેલા તેમની તૈયારી કરવી ખુબ જરૂરી છે. અમેરિકા સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આવતી કાલે શનિવારે એટલે કે 8 મેના રોજ પૃથ્વી પર ક્રેશ થઈ શકે છે અને તેનો કાટમાળ વરસાદ સ્વરૂપે નીચે પડી શકે છે.

1990 થી, 10 ટન વજનવાળા કોઈ પણ પાછા અનિયંત્રિત રોકેટ પૃથ્વી પર પડ્યા નથી – અને ચિની રોકેટનું વજન લગભગ 10 ટન હોવાનું માનવામાં આવે છે.

ફોક્સ ન્યૂઝે સ્પેસ મોનિટરિંગ વેબસાઇટને ટાંકીને જણાવ્યું છે કે આશરે 100 ફૂટનું આ રોકેટ દર 90 મિનિટે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે અને ન્યુ યોર્ક, બેઇજિંગની ઉત્તરે અને ન્યુઝીલેન્ડથી દક્ષિણ તરફ ના અવકાશમાં ફરી રહ્યું છે.

જ્યારે પશ્ચિમના કેટલાક નિષ્ણાતોએ ચિની સ્ટેશન બનાવવાની પાછળ અને નવી ‘અવકાશ દોડ’ શરૂ કરવા પાછળની ગુપ્ત મહત્વાકાંક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે, આવું જ એક રોકેટ પૃથ્વી પર નીચે પડ્યું હતું. મોટા ભાગના ટુકડાઓ એટલાન્ટિક મહાસાગરમાં પડ્યા હતા. આઇવરી કોસ્ટમાં કાટમાળના ટુકડાઓ પડ્યા હોવાનું સામે આવ્યું હતું, અને નિષ્ણાતોએ ગણતરી કરી કે તે ન્યૂયોર્ક થોડા અંતર માટે બચી ગયું હતું. પરંતુ ફરી એક વાર આ રોકેટનો કાટમાળ ન્યૂયોર્ક શહેર પર પડી શકે તેવું માનવમાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "બેકાબુ થયેલુ ચીનાઓનું રોકેટ પાછું પૃથ્વી તરફ આવી રહ્યું છે, જાણો ક્યાં ટકરાશે?"

Leave a comment

Your email address will not be published.


*