ગુજરાત ભાજપના કયા ધારાસભ્યએ સુભાષચંદ્ર બોઝને ગણાવ્યા આતંકવાદી? જાણો વિગતે

ગુજરાત(Gujarat): નેતાજી સુભાષચંદ્ર બોઝ(Subhash Chandra Bose)ની જન્મ જયંતિ નિમિત્તે તમામ રાજકીય નેતાઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક લોકો દ્વારા સોશ્યિલ મીડિયાના માધ્યમથી નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી…

ગુજરાત(Gujarat): નેતાજી સુભાષચંદ્ર બોઝ(Subhash Chandra Bose)ની જન્મ જયંતિ નિમિત્તે તમામ રાજકીય નેતાઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક લોકો દ્વારા સોશ્યિલ મીડિયાના માધ્યમથી નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ભાજપ(BJP MLA)ના ધારાસભ્ય યોગેશ પટેલ(Yogesh Patel) દ્વારા ટ્વિટરના માધ્યમથી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પરંતું યોગેશ પટેલ દ્વારા તે ટ્વિટ બાદ વિવાદ સર્જાતા ધારાસભ્ય દ્વારા ટ્વિટને ડિલીટ કરવામાં આવ્યું હતું અને ફરી માફી માંગતું ટ્વિટ કરવામાં આવ્યું હતું.

ગઈકાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ હતી. ત્યારે સમગ્ર દેશમાંથી લોકો દ્વારા તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા દ્વારા સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી. ત્યારે આણંદના ધારાસભ્ય યોગેશ આર.પટેલે ટ્વિટ કરી નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી આપી હતી. ત્યાર બાદ તેમણે કરેલ ટ્વિટને કારણે મોટો વિવાદ સર્જતા ધારાસભ્યએ પોસ્ટ ડીલીટ કરવાનો વખત આવ્યો હતો.

ધારાસભ્ય દ્વારા સોશ્યિલ મીડિયા મારફતે સુભાષચંદ્ર બોઝને પાઠવેલ ટ્વિટને કારણે વિવાદ સર્જતા ધારાસભ્ય દ્વારા તાત્કાલીક ધોરણે ટ્વિટને ડીલીટ કરવાનો વખત આવ્યો હતો. ત્યારે આ મામલાને લઈને કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલ વિરૂદ્ધ સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. વિવાદિત ટ્વિટ ડીલીટ કર્યા પછી ધારાસભ્યએ ક્ષમા યાચના કરીને એક નવી પોસ્ટ કરી હતી અને માફી પણ માંગી હતી.

ધારાસભ્ય દ્વારા પેલા મોટા ઉપાડે આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી હતી અને વિવાદ સર્જાતા અંતે આ પોસ્ટ ડીલીટ કરી હતી અને ધારાસભ્યએ ક્ષમા યાચના કરીને એક નવી પોસ્ટ કરી માફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *