પટેલ પરિવારમાં એક જ અઠવાડિયામાં પિતા, પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત- બે બાળકોએ નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી

બારડોલીમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. આ મહામારીમાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે. કોઈ બાળકે માતા-પિતા ગુમાવ્યા છે તો કોઈ માતા-પિતાએ પોતાનો જુવાન દીકરા ગુમાવ્યા…

બારડોલીમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. આ મહામારીમાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે. કોઈ બાળકે માતા-પિતા ગુમાવ્યા છે તો કોઈ માતા-પિતાએ પોતાનો જુવાન દીકરા ગુમાવ્યા છે. આ દરમિયાન બારડોલીમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતા શોકનો માહોલ છવાઈ ગયો છે. અહી પહેલાં પુત્રવધૂ ત્યારબાદ પિતા-પુત્રનું કોરોનાથી મોત થતા બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

જાણવા મળ્યું છે કે, બારડોલીની હૂડકો સોસાયટી નજીક આવેલી બજરંગ વાડીમાં રહેતા કાછિયા પાટીદાર પરિવારમાં કોરોના કાળ બનીને ત્રાટક્યો હતો. માત્ર 8 જ દિવસમાં પિતા, પુત્ર અને પુત્રવધૂને ભરખી જતાં પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. 3જી મેના રોજ પુત્રવધૂના મોત બાદ 10મીએ બંને પિતા પુત્રના મોત નીપજતા શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, બારડોલીની હૂડકો સોસાયટી પાસે આવેલ બજરંગવાડીમાં બાબુભાઇ મંગુભાઈ પટેલ તેમની પત્ની, પુત્ર મનીષકુમાર, પુત્રવધૂ પૂર્વીબેન તેમજ બે પૌત્રો વર્ષીલ અને દેવાંશુ સાથે રહેતા હતા. જ્યારે તેમનો નાનો પુત્ર જયેશ અને પુત્રી હાલ યુ.કે.માં સ્થાયી થયા છે. કોરોનાની મહામારીએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે બારડોલીનો આ પટેલ પરીવાર પણ કોરોનાની ગંભીર બીમારીની ચપેટમાં આવ્યો હતો.

પહેલા પુત્રવધૂ પૂર્વી ત્યારબાદ પિતા બાબુભાઈ પટેલ અને બાદમાં પુત્ર મનીષ કોરોનાની ચપેટમાં આવતા તેમને વારાફરતી અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ 3 મેના રોજ પૂર્વીએ પોતાનો દેહ છોડી દીધો હતો. તેને મૃત્યુ પામ્યાને હજી આઠ દિવસ ન હતા થયા કે, 10મીની સવારે બાબુભાઈ પટેલેનું નિધન થયું હતું અને એ જ રાત્રે તેમના પુત્ર મનીષનું પણ અવસાન થતાં સમગ્ર પટેલ સમાજ ઉપરાંત બારડોલીની સહકારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

જાણવા મળ્યું છે કે, બાબુભાઇ પટેલ બારડોલીની જે.એમ.પટેલ હાઈસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સારા ખેડૂત હોવાની સાથે બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. આ ઉપરાંત બારડોલીની પ્રતિસ્થિત ગણાતી ધી બારડોલી નાગરિક સહકારી બેન્કના વાઇસ ચેરમેન પણ રહ્યા હતા. તેમજ કાછિયા પાટીદાર સમાજમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેમનો પુત્ર અને પુત્રવધૂ બારડોલીના સ્ટેશન વિસ્તારમાં પતંજલિ સ્ટોર ચલાવતા હતા. બાબુભાઇ પટેલ, પુત્ર મનીષ અને પુત્રવધૂ પૂર્વીના મોતના પગલે પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્રણેયના મોતથી હવે ઘરમાં બાબુભાઈના પત્ની અને બે પૌત્રો જ બચ્યા છે. તેમણે નાની ઉંમરમાં કઠણ હ્રદયે એક સાથે માતા-પિતા અને દાદાની વિધિ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *