અમદાવાદમાં ભારે વરસાદને કારણે ગટરના ઢાંકણાં ઉછળતા લોકોમાં ભયનો માહોલ- જુઓ વિડીયો

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં વાદળ છાયા વાતાવરણથી સંપૂણ શહેરના લોકોને બફારાનો અનુભવ કરતાં હતાં. પરંતુ ગઈ કાલે શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં લોકોએ રાહતનો…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં વાદળ છાયા વાતાવરણથી સંપૂણ શહેરના લોકોને બફારાનો અનુભવ કરતાં હતાં. પરંતુ ગઈ કાલે શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. ત્યારે શહેરમાં અંધજન મંડળ ચાર રસ્તા પાસે એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો હતો. એક ગટરમાંથી પાણી બેક લાગવાને કારણે ગટરનું ઢાંકણું પ્રેશરથી ઉછળી રહ્યું હતું. સોશિયલ મીડિયામાં પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

શનિવારે સાંજે સોશિયલ મીડિયામાં અમદાવાદમાં વરસાદ પડવાથી ગટરનું પાણી બેક મારવાને કારણે ગટરનું ઢાંકણું ઉછળતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વરસાદના પાણીનું પ્રેશર હોય કે પછી અન્ય કોઈ કારણસર ગટરનું ઢાંકણું જબરદસ્ત ઉછળતું હતું. આ જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ વીડિયો અંધજન મંડળ પાસેથી પસાર થતી કોઈ બસમાંથી એક મુસાફરે ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય વરસાદ પછી જો ગટરના ઢાંકણાની આ સ્થિતિ હોય તો વધારે વરસાદ પડે તો તેની સ્થિતિ કેટલી હદે ખરાબ થઇ શકે છે. મનપાના ડ્રેનેજ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રકારના ઢાંકણાઓની સલામત અને સુરક્ષા અંગે તકેદારી રાખવી મહત્વની છે.

પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં જોવા મળ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો પણ નોંધાયા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈની અને પોલ્યુશનની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી મેમનગર ગામ તેમજ જાદવનગરના છાપરા વિસ્તારમાં ઝાડા-ઊલ્ટીના કેસો વધતાં તંત્ર દોડતું થયું છે. તંત્રને આ અંગેની જાણ થતાં તેમને તપાસ શરુ કરી છે. સાથે જ પાણીના સેમ્પલ લઇને તેની પણ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *