ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પિતાએ જેગુઆર કાર ના લઈ આપી તો પુત્રે નહેરમાં પધરાવી દીધી BMW

Father refuse Jaguar car and son drove BMW into canal

હરિયાણાના યમુના નગરમાં એક યુવકે પોતાની મોંઘીદાટ બીએમડબલ્યુ કારને નહેરમાં ધકેલી દીધી હતી.

આવી હરકત કરવા પાછળનુ કારણ એ હતુ કે, યુવકે પિતા પાસે તેના કરતા પણ મોંઘી જેગુઆર કારની માંગણી કરી હતી.જે અપાવવાનો પિતાએ ઈનકાર કરી દીધો હતો.જેના કારણે રોષે ભરાયેલા પુત્રે બીએમડબલ્યુ કારને નહેરમાં વહાવી દીધી હતી.

આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે.જેમાં દેખાઈ રહ્યુ છે કે, બીએમડબલ્યુ કાર નહેરમાં દુર સુધી વહી ગયા બાદ એક ટાપુ જેવી જગ્યાએ ફસાઈ ગઈ છે.હવે ડૂબકીમારોની મદદ લઈને કારને કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે.બીજી તરફ પોલીસે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરુ કરી છે.

પંજાબ અને હરિયાણાના યુવકોમાં એમ પણ મોંઘી દાટ ગાડીઓનો ભારે ક્રેઝ છે.કાર ખરીદવા માટે ધનિક વર્ગના નબીરાઓ પરિવાજનોને પરેશાન પણ કરતા હોય છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: