હોળીને લઈને સુરત મહાનગરપાલિકાની મોટી જાહેરાત – કહ્યું, આ જગ્યા પર નહિ પ્રગટાવી શકાય…

સુરત(Surat): હોળી(Holi 2023) પ્રગટાવવાને લઈને સુરત મહાનગરપાલિકા(SMC) દ્વારા અગત્યની જાહેર સુચના/અપીલ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો હોળી તહેવાર નિમિત્તે સુરત શહેરમાં વિવિધ…

સુરત(Surat): હોળી(Holi 2023) પ્રગટાવવાને લઈને સુરત મહાનગરપાલિકા(SMC) દ્વારા અગત્યની જાહેર સુચના/અપીલ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો હોળી તહેવાર નિમિત્તે સુરત શહેરમાં વિવિધ સ્થળોએ જાહેર રસ્તાઓના જંકશન ઉપર તથા સોસાયટીના આંતરિક માર્ગ ઉપર પવિત્ર હોળી પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે પવિત્ર હોળી આવા જાહેર માર્ગો ઉપર સીધા ડામર રોડ ઉપર લાકડાં, ઘાસ, છાણા વગેરે એકઠા કરી હોળી પ્રગટાવવાથી હોળીની આગની સીધી ગરમીના કારણે રસ્તાઓના ડામર પીગળી જવાથી રસ્તાઓના જંકશન તૂટી જાય છે અને જેને કારણે આવા જંકશનોને મરામત પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે, તેમજ જાહેર જનતાને અગવડતા ઉપસ્થિત થાય છે.

આથી જાહેર જનતાને સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર હિતમાં અપીલ કરવામાં આવે છે કે, ત્યાં પ્રથમ ડામર રસ્તા ઉપર છાણ માટીનું જાડું લીંપણ કરવામાં આવે, તથા તેની ઉપર ઈંટ અને / અથવા રેતી-માટીનું થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગોને થતું નુકશાન મહદ્ અંશે નિવારી શકાય તેમ છે. જેથી સુરત શહેરની ધર્મપ્રિય તથા શહેરપ્રિય જનતાને ઉપરોક્ત મુજબ હોળી પ્રગટાવવા નમ્ર વિનંતી તથા જાહેર અપીલ કરવામાં આવે છે.

આટલું ખાસ ધ્યાન રાખો:
હોળી પ્રગટાવવાનું સ્થળ ટ્રાફિકની અવરજવર તેમજ તેની નજીકથી પસાર થતા રાહદારીઓને હોળીની જવાળાથી નુકશાન ન થાય તેવુ પસંદ કરવુ. હોળી સીધેસીધી ડામર રરતા કે સીમેન્ટ ક્રોક્રિટ રોડ પર પ્રગટાવવી જોઈએ નહીં. હોળી પ્રગટાવવા પૂર્વે જે-તે રસ્તા પર માટી તથા છાણ મિશ્રિત જાડું લીંપણ કરવું જોઈએ. માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી તેના પર હોળી પ્રગટાવી જોઈએ.

ઉપર મુજબની તકેદારી ન રાખવાથી સુરત શહેરના જે-તે રસ્તાઓ / માર્ગોને હોળીની જવાળા / ગરમીના કારણે રસ્તાઓને નુકશાન થાય છે. ઉપર મુજબ તકેદારી રાખીને હોળી પ્રગટાવવાથી રતાઓને લઘુત્તમ નુકશાન થાય છે. બિલકુલ નુકશાન થતું નથી. હોળી પ્રગટાવીને ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ તેમજ હોળી ઠારવાની ઠંડી કરવાની ધાર્મિક વિધિ સંપૂર્ણ થયા પછી હોળી પ્રગટાવવાને કારણે ઉત્તપન્ન થતી રાખ, નહીંવત બળેલ લાકડા તેમજ ધાર્મિક વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી જૈની કે ધાન, નાળિયેર તેમજ અન્ય પ્રાસાદીક વસ્તુઓ હોળી પ્રગટાવેલ સ્થળથી સલામત સ્થળે ખસેડવાની તકેદારી રાખવી જોઈએ.

આ મુજબની તકેદારી રાખવાથી રસ્તાઓને થતું ગંભીર નુકશાન ઓછુ થઈ શકે. સુરત શહેરના ધર્મપ્રિય પ્રજાજનોને ઉપર જણાવેલ મુદ્દાઓ મુજબ હોળી પ્રાગટ્ય કરવા તથા તકેદારી રાખવા નમ્ર વિનંતી તથા જાહેર અપીલ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *